Shani Dev Upay: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે મુજબ વ્યક્તિને ફળ આપે છે.


શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે મુજબ વ્યક્તિને ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે નજર નાખે તો તેને રંક બનાવી દે છે.  શનિદેવની મહાદશાથી બચવા માટે જો શનિવારે કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પર શનિદેવની મહાદશા ઓછી થઈ જાય છે.


શનિદેવના ક્રોધના કારણે વ્યક્તિને દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડે છે. નોકરીથી લઈને રોજગાર સુધી અનેક પ્રકારની નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે શનિવારે કરવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જાણીએ ઉપાય


શનિવારના દિવસે કરો આ ઉપાય



  1. જો કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય તો નોકરીમાં અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિવારે પલાળેલા કાળા ચણાને મીઠું વગર અને મસાલા નાખ્યા વગર સરસવના તેલમાં પકાવો. ત્યારબાદ આ ચણા કાળી ગાય, કાળા કૂતરા કે અન્ય કોઈ જાનવરને ખવડાવવાથી શનિવારે જ તેની અસર જોવા મળશે. આ 3 શનિવાર સુધી કરો.


 



  1. શનિવારે કીડિયારૂ પૂરો. માછલીને લોટની ગોળી ખવડાવો વ્યક્તિને નોકરીમાં પ્રગતિ થાય છે. મીઠાઈ ખાવાનું ટાળો અને થોડા શનિવાર સુધી આ ઉપાય કરો.


 



  1. જે લોકો ઈચ્છિત સ્થાન પર નોકરી શોધી રહ્યા છે તેઓ શનિવારે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ પછી શનિ ચાલીસા અને શનિ સ્તોત્રનો પાઠ કરો. આવું સતત 3 શનિવાર કરો.


 



  1. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો અને ફરીથી નોકરી મેળવવા માટે શનિ મંત્રનો 108 વાર જાપ કરો. ત્યારબાદ પીપળના વૃક્ષની પરિક્રમા કરો. આવું સતત 11 શનિવાર સુધી કરવાનું રહેશે.


 



  1. શનિવારે સાંજે એક વાસણમાં સરસવનું તેલ લો. આ પછી ડાબા હાથની વચ્ચેની આંગળી તેમાં નાખીને શનિ મંત્રનો જાપ કરો. આ પછી પીપળના ઝાડ નીચે આ તેલથી દીવો પ્રગટાવો. આ ઉપાય સતત 3 શનિવારે કરો.