Vastu Tips for Money Plant: નામ જ સૂચવે છે કે મની પ્લાન્ટ  આર્થિક લાભનો સૂચક  છે. જો કે આ પ્લાન્ટને લઇને કેટલીક માન્યતા છે.  જેમકે  ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિને તેનાથી વિશેષ લાભ મળે છે. આવો જાણીએ આ વિષય પર વાસ્તુશાસ્ત્ર શું કહે છે.


ઘણા વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા તો વધારે છે જ સાથે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. આવો જ એક છોડ મની પ્લાન્ટ છે. આ છોડ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે જો મની પ્લાન્ટને ચોરીને  લગાવવામાં આવે તો તે વ્યક્તિના સૌભાગ્યમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય માનવામાં આવે છે કે નહીં.


માન્ચતા શું છે


માન્યતાઓ અનુસાર મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લીલો હોય છે ત્યાં પૈસાની કમી નથી રહેતી.


વાસ્તુશાસ્ત્ર શું કહે છે?


વાસ્તુશાસ્ત્ર મુજબ  મની પ્લાન્ટને ક્યારેય ચોરી કરીને ન લગાવવો જોઈએ, બલ્કે તેને હંમેશા ખરીદીને પોતાના ઘરમાં લગાવવો જોઈએ, તો જ તેનો પૂરો લાભ મળી શકે છે.


આ ભૂલો ના કરો


તમારે તમારા ઘરનો મની પ્લાન્ટ ક્યારેય કોઈ બીજાને ન આપવો જોઈએ, નહીં તો આવું કરવાથી તમારા ઘરમાંથી આશીર્વાદ છીનવાઈ શકે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો મની પ્લાન્ટ ક્યારેય જમીનને સ્પર્શવો ન જોઈએ. જો જમીને સ્પર્શે તો ધનનો વ્યય થાય  છે.


આ દિશામાં મની પ્લાન્ટ રાખો


જો મની પ્લાન્ટના પુરતા લાભ  ઉઠાવવા હોય તો મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા જાણવી પણ જરૂરી છે.  વાસ્તુ અનુસાર તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત ન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો હંમેશા શુભ માનવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો