Shrawan Vinayak Chaturthi 2023: 20 ઓગસ્ટ 2023ના રોજ શ્રાવણ વિનાયક ચતુર્થી છે. આ દિવસે 5 શુભ યોગનો સંયોગ બની રહ્યો છે, જે 3 રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિઓ પર ગણપતિજી  પ્રસન્ન. રહેશે.શ્રાવણ વિનાયક ચતુર્થી પર સાધ્ય, રવિ, અમૃત સિદ્ધિ, શુભ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યા છે.


શુભ સંયોગ પર ખાસ ઉપાય


શ્રાવણ વિનાયક ચતુર્થી પર પાંચ અદ્ભુત યોગ બની રહ્યા છે. તેમાં અમૃત, સિદ્ધિ  સાવાર્થ, સિદ્ધિ,, સાધ્ય અને રવિ યોગ એમ પાંચ શુભ યોગ બની રહ્યાં છે. શ્રાવણ મહિનાની સંકષ્ટી ચતુર્થી ખૂબ જ વિશેષ છે. આખો મહિનો ગણપતિ બાપ્પાના પિતા ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે અને તેમાં આવતી ગણેશ ચતુર્થી આ કારણે પણ વિશેષ છે.  આ દિવસે ગણેશ મંત્રોના જાપ કરવાથી અને ગણેશજીને પૂજા બાદ કેળા અને દુર્ગા અર્પણ કરવાથી સઘળા મનોરથની પૂર્તિ થાય છે.                                                                     


મકર - શ્રાવણ વિનાયક ચતુર્થી પર મકર રાશિના લોકો પર બાપ્પાની કૃપા રહેશે. નોકરીમાં આવતી મુશ્કેલીઓ ગણપતિની કૃપાથી દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.                               


મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ છે. આવી સ્થિતિમાં, શ્રાવણ વિનાયક ચતુર્થીના અવસર પર, તમારે તમારા બાળકોની સુખાકારી માટે ગણપતિની દુર્વા અર્પણ કરવી જોઈએ. આ દિવસે બનતા 5 દુર્લભ સંયોગો ખાસ હશે. સંતાનની કારકિર્દીમાં સફળતા મળશે.


મેષ - મેષ રાશિના લોકોને શ્રાવણ  વિનાયક ચતુર્થી પર વેપારમાં લાભ મળશે. આ દિવસે ગણપતિને સિંદૂર ચઢાવો. આ દિવસે બની રહેલા શુભ યોગ તમારા દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ લાવશે.


કન્યા - શ્રાવણ વિનાયક ચતુર્થીના અવસર પર કન્યા રાશિના જાતકોને આર્થિક મોરચે સારો લાભ મળશે. તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે, સાથે જ વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી અડચણો દૂર થશે.