મેષ (અ.લ.ઇ.) : તમારે આ સમય દરમિયાન વધારે સતર્ક રહેવાની જરૂર છે. કોઈ પણ કાર્યમાં બેદરકારી ન દાખવતાં. ક્રોધ પર કાબુ રાખજો, નહીંતર નુકસાન થશે.
વૃષભ (બ.વ.ઉ.) : આ સમય તમારા માટે લાભદાયી છે. તમારી મહેનતનું સારું ફળ મળશે. ઇમાનદારીથી તમારું કામ કરતા રહેજો, નિશ્ચિત સારું ફળ મળશે.
મિથુન (ક.છ.ઘ.) : ગોચરના સમયે તમે કોઇ ટ્રેનિંગ કે સેમિનારમાં ભાગ લેશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો.
કર્ક (ડ.હ.) : તમારે આ ગોચર કાળનો લાભ ઉઠાવવો જોઈએ. આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. માનસિક તણાવથી બચજો.
સિંહ (મ.ટ.) : આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જરૂર છે. શત્રુને લઇ મનમાં ડર ન રાખતાં. તમારી મહેનતનું સારું પરિણામ મળશે.
કન્યા (પ.ઠ.ણ.) : આ સમય દરમિયાન પ્લાનિંગ કરવાની જરૂર છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. ઉતાવળે કોઇ નિર્ણય ન લેતા, નહીંતર ભારે પડી શકે છે.
તુલા (ર.ત.) : આ દરમિયાન તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવી શકે છે. વ્યર્થ ખર્ચથી બચજો.
વૃશ્ચિક (ન.ય.) : લોકો સાથે શાંતિથી વાત કરજો. કોઇ પણ પ્રકારના લેણ દેણથી બચજો. આ દરમિયાન કોઇ મોટી ડીલ ન કરતાં.
ધન (ભ.ધ.ફ.ઢ.) : તમારે ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તેની સાથે સ્વાસ્થ્યને પણ ખ્યાલ રાખજો. બહાર અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ માટે સારો સમય સાબિત થશે.
મકર (ખ.જ.) : તમને સારું ફળ મળી શકે છે. માન સન્માનમાં વધારો થશે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે.
કુંભ (ગ.શ.ષ.સ.) : આ સમય દરમિયાન તમારા ખર્ચ વધી શકે છે. જેના પર નિયંત્રણની જરૂર છે. ગોચર કાળમાં લડાઇ-ઝઘડાથી બચજો.
મીન (દ.ચ.ઝ.થ.) : તમારા માટે આ સમય શુભ સાબિત થશે. કાર્યમાં સફળતા મળશે. માન સન્માનમા પણ વધારો થશે.