રાજયમાં લોકોને આગામી ત્રણ દિવસ દરમિયાન કડકડતી ઠંડીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને નલિયા, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે.


અમદાવાદનું તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજે રાજયમાં સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું હતું. તો કેશોદનું 8.2 ડિગ્રી, ડીસાનું 8.5 ડિગ્રી, ગાંધીનગરનું 9 ડિગ્રી, રાજકોટ 9.8 ડિગ્રી, ભાવનગર 11 અને વડોદરાનું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજયમાં ત્રણ દિવસ કડકડતી ઠંડી પડ્યા બાદ 1 ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામા આવી છે.

દક્ષિણ રાજસ્થાનમાં શરૂ થયેલા સાયકલોનિક સરક્યુલેશનના કારણે હજુ ચાર દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશ.