Eclipse 2023:જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણનું વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન ઘણી બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હવે ટૂંક સમયમાં વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ થવાનું છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને થવાનું છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે અને ત્યારબાદ 15 દિવસ પછી એટલે કે 28મી ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થશે. હિંદુ કેલેન્ડર મુજબ, સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યા તિથિએ થાય છે જ્યારે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમા તિથિએ થાય છે. આ વખતે એક મહિનામાં 2 ગ્રહણ થવાના કારણે તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ બંનેની અસર જોવા મળશે. આવો જાણીએ ઓક્ટોબર મહિનામાં થનારા બંને ગ્રહણ વિશે અને તેની કઇ રાશિ પર કેવી અસર થશે.


ઓક્ટોબરમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ


ઓક્ટોબર મહિનામાં 15 દિવસના અંતરાલમાં બે ગ્રહણ થશે. 14 ઓક્ટોબર, 2023 ના રોજ, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 02:25 સુધી ચાલશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં જ્યારે ચંદ્રગ્રહણ દેખાશે.


મિથુન રાશિ


 જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મિથુન રાશિના લોકો માટે બંને ગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકનું કિસ્મત ચમકશે. તમને નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળશે. કરિયર અને બિઝનેસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સન્માન અને પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટું પદ મળી શકે છે. અચાનક નાણાકીય લાભની તકો મળશે.


સિંહ રાશિ


સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ  રાશિના લોકો માટે સૂર્યગ્રહણની અસર સારી રહેવાના સંકેતો છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં રહેશે, તેથી આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. તમનું ભાગ્ય ચમકશે. તમારી જવાબદારી વધી શકે છે. નોકરીયાત લોકોને પ્રગતિની તકો મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે સારા લાભના સંકેતો છે. કરિયરમાં પ્રગતિની તકો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


તુલા રાશિ


આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને બંને ગ્રહણનો લાભ મળવાની સંભાવના છે. તમારા દરેક કામમાં ગતિ આવશે. અટકેલા કામ જલ્દી પૂરા થશે. તમને વેપારમાં સારો સોદો મળી શકે છે. તેમજ અનેક પ્રકારના શુભ સમાચાર પણ મળી શકે છે.