ITR Filing : PAN કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જેનો ઉપયોગ નાણાકીય હેતુઓ અથવા બેન્ક સંબંધિત કાર્યો માટે થાય છે. આઈટીઆર ફાઈલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા સુધી તમામ કામોમાં પાન કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું વરિષ્ઠ નાગરિક પાનકાર્ડ વિના ITR ભરી શકે છે?
શું વરિષ્ઠ નાગરિકો PAN વિના ITR ભરી શકે છે?
જો કોઈ વરિષ્ઠ નાગરિકે વિવિધ બેન્કોમાં FD જમા કરાવી હોય અને ટેક્સ કપાતથી બચવા માટે 15G ફોર્મ પણ સબમિટ કર્યું હોય, પરંતુ બેન્કે PAN સબમિટ ન કરવાને કારણે 20 ટકા ટેક્સ કાપી નાખ્યો છે. આવી સ્થિતિમાં, તમે ITR ફાઇલ કરીને રિફંડ માટે દાવો કરી શકો છો. આ કારણોસર ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.
ITR ફાઇલ કરી શકાય નહીં
જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જો બેન્ક દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હોય અને તમે રિફંડ મેળવવા માંગતા હોવ તો ITR ભરવું ફરજિયાત છે. પાન કાર્ડ વિના તમને ITR ભરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમારે સૌથી પહેલા PAN કાર્ડ માટે અરજી કરવી પડશે.
તમે આધારનો ઉપયોગ પણ કરી શકો છો
જો તમારી પાસે PAN કાર્ડ નથી અને તમારી પાસે આધાર છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ વરિષ્ઠ નાગરિક પોતાના નામની આગળ PAN કાર્ડ અથવા આધાર નંબર લખીને બેન્કમાં TDS રિટર્ન અપડેટ કરવાની રિક્વેસ્ટ સબમિટ કરી શકે છે.
નોંધનીય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે સરકારે લંબાવી ન હતી. જો કે ITR ફાઇન સાથે 31 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાય છે. જો તમે તમારા ITR માં કોઈ ભૂલ કરી હોય તો તમે તેને અપડેટ કરી શકો છો.