જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવેમ્બર મહિનામાં ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. મહિનાની શરૂઆતમાં, 2 નવેમ્બરે, બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે, ત્યારબાદ 16 નવેમ્બરે, સૂર્ય તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. બીજી તરફ 20 નવેમ્બરે શનિવારે ગુરુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સ્વયં કારક ગ્રહ માનવામાં આવે છે. જાણો કઈ રાશિ માટે આ ગ્રહનું સંક્રમણ શુભ ફળ લાવશે.


મેષ: સૂર્યનું ભ્રમણ મેષ રાશિના લોકો માટે શુભ પરિણામ લાવશે. આ સમય દરમિયાન તમને કરિયરના ક્ષેત્રમાં સફળતા મળશે. પાંચમા ભાવમાં સૂર્યના ગોચરને કારણે મેષ રાશિના જાતકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને સાનુકૂળ પરિણામ મળશે. તેમજ રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ શુભ રહેશે.


કન્યા: સૂર્ય કન્યા રાશિના જાતકોના ત્રીજા ઘરમાં ગોચર કરશે. સાહસના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આનાથી ઘણો ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ઘણું ફળદાયી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે.


કર્કઃ કર્ક રાશિના જાતકોની તમામ પરેશાનીઓ સૂર્યના ગોચરથી દૂર થશે. સૂર્ય તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આનાથી શુભ પરિણામ મળશે. આ ઉપરાંત જે લોકો મનોરંજન અને મીડિયા સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે.


સૂર્યના ગોચરથી  મકર રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. નોકરી શોધનારાઓને સારી ઓફર મળી શકે છે તો નોકરિયાત વર્ગને ઓફિસમાં પ્રમોશન મળશે. વેપારી લોકોને ઘણો ફાયદો થશે. સૂર્યના ગોચરથી તમને દરેક ક્ષેત્રમાં મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. જો કે, આ સમયગાળા દરમિયાન, મકર રાશિના લોકોએ પૈસાના રોકાણમાં થોડી સાવચેતી રાખવાની જરૂર પડશે.


ઉપરાંત દિવાળીનો સમય ચાર રાશિ મિથુન,કર્ક, કન્યા,મકર રાશિ માટે શુભ રહેશે. સૂર્ય, મંગળ, બુધ અને ચંદ્રનો સંયોગ ધનુ રાશિના લોકો માટે વિશેષ લાભ અપાવશે. આ સમય દરમિયાન વેપાર સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે.