Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં  રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.


આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.  નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યુ છે.


દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં  ગાજવીજ સાથે ભારે વરસાદ  વરસી શકે છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અરબી સમુદ્રમાં બનલે સિસ્ટમ લો પ્રેશર બનતા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યુ  છે.  જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ સહિત  જિલ્લાના ભાગોમાં વધુ વરસાદની  શક્યતા વ્યક્ત કરી છે.


રાજ્યના 9 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી


 અરબી સમુદ્રમાં સર્જયેલ સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતામાં છુટછવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે  યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં આજે  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી ડાંગ, વલસાડનો સમાવેશ થાય છે.  વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાનના મોડલ પરથી કહી શકાય કે,  આ સિસ્ટમના કારણે સર્જાયેલ વરસાદ આગામી  15 ઓક્ટોબર સુધી રહી શકે છે. 15 ઓક્બર બાદ ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે.