Tamil Nadu Accident:તમિલનાડુમાં બે બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 60 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને તિરુપત્તુર જિલ્લાની વાનિયમબાડી સરકારી હોસ્પિટલમાં અને વેલ્લોરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર સરકારી બસ અને બીજી બસ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બંને બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અધિકારીએ કહ્યું છે કે પોલીસે ઘટનાસ્થળે દસ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
પોલીસે મૃતકોની ઓળખ કરી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 32 વર્ષીય રિતિકા, વાણિયાંબડીના 37 મોહમ્મદ ફિરોઝ, SETC બસ ડ્રાઈવર કે. ઈલુમલાઈ અને ચિત્તૂરના બી અજીથનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઓમ્નિબસ ડ્રાઈવર એન સૈયદનું પાછળથી મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. સરકારી બસ અને ઓમ્નિબસ વચ્ચે અથડાતા લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો
સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર
Diwali 2023: દિવાળીમાં લક્ષ્મી ગણેશના પૂજન બાદ ભૂલેચૂકે ન કરો આ કામ, નહિ તો થશે ધનહાનિ