દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનામાં અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાક જ જ બાકી રહ્યા છે. દિવાળી પછી લક્ષ્મી-ગણેશની મૂર્તિ અને પૂજા વિશે થોડું જાણીએ


હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પોતાની જન્મ નગરી અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના આ શુભ દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. આ દિવસે લોકો લક્ષ્મી ગણેશ જીની નવી મૂર્તિઓ લાવે છે અને તેમની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મી પૂજા પછી આ મૂર્તિઓનું શું કરવું જોઈએ.


જો મૂર્તિ સોના અથવા ચાંદીની બનેલી હોય


જો તમારી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ચાંદી, સોના કે પિત્તળની છે તો દિવાળીની પૂજા પછી આ મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. આ પછી તમે તેને મંદિરમાં ફરીથી સ્થાપિત કરી શકો છો અથવા તિજોરીમાં પણ રાખી શકો છો.


લક્ષ્મી-ગણેશજીની માટીની મૂર્તિ


જો લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ માટીની બનેલી હોય તો તેને લાલ કપડામાં લપેટીને નદીમાં વિસર્જિત કરવી જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો તમે ઘરે જ શુદ્ધ વાસણમાં પાણી ભરી શકો છો અને તેમાં પણ મૂર્તિઓ ઓગાળી શકો છો અને  માટીને તુલસીના ક્યારે મૂકી દો.        


ભૂલથી પણ ન કરો આ કામ


ઘણા લોકો લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી ઝાડની નીચે મૂર્તિઓ રાખે છે, પરંતુ આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. આવી સ્થિતિમાં લક્ષ્મી ગણેશજીની મૂર્તિને ઝાડ નીચે રાખવાથી બચવું જોઈએ, કારણ કે આમ કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પૂજેલી મૂર્તિને સન્માન સાથે ઘરમાં રાખો અથવા  વ્યવસ્થિત વિધિવત તેનું વિસર્જન કરવું જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો