Mantr Jap Labh:સનાતન ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ ગાયત્રી મંત્રના જાપના  કેટલાક ખાસ નિયમો.

હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી અને તેનાથી સંબંધિત નિયમોનું દરરોજ પાલન કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને સાધક પર દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષો પણ દૂર થાય છે અને વ્યક્તિ આંતરિક શાંતિ અનુભવે છે. ચાલો ગાયત્રી મંત્રનો જાપ કરવાનો નિયમ, સમય અને મહત્વ જાણીએ.

ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી અને ફાયદાકારક કહેવામાં આવ્યો છે. ચારેય વેદમાં ગાયત્રી મત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે તે નિયમિત ત્રણ વાર તેનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓનો આવતી નથી. ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા  વધે છે. સાધક આધ્યાત્મિક ઉન્નતિ કરે છે

ગાયત્રી મંત્રનો અર્થ

મંત્ર-  ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।

અર્થ-     એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે

જો ગાયત્રી મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.  આ મંત્રનો જાપ મૌન રહીને જ કરો, ઉંચા અવાજે કરવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે. પીળા વસ્ત્ર ધારણ કરીને જાપ કરવા શ્રેષ્ઠ છે.ગાયત્રી મંત્રના જાપ માટે શ્રેષ્ઠ સમય છે. બ્રહ્મમૂહૂર્ત, આ મૂહૂર્તથી શરૂ કરીને સૂર્યોદય સુધી જાપ કરો, શ્રેષ્ઠ પરિણામ મળશે.

જો બ્રહ્મમૂહૂર્તમાં શક્ય ન હોય તો  સૂર્યોદય બાદનો સમય પણ ઉતમ છે. આ સમયમાં પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો.

ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય પણ સૂર્યોસ્ત બાદ ન કરવો જોઇએ. આ સમયે કરવાથી કોઇ ફળ નથી મળતું.

ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે આપ દિશાનું અવશ્ય ધ્યાન રાખો. ગાયત્રી મંત્રનું જાપ કરનાર સાઘકે પૂર્વ દિશામાં મુખ રાખીને સવિતાનું ધ્યાન કરીને ગાયત્રી મંત્રના જાપ કરવા જોઇએ.