Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે ઘરની વાત આવે ત્યારે વાસ્તુની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે. વાસ્તવમાં ઘર સાથે સંબંધિત અનેક વાસ્તુ દોષો છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા લાગે છે.


આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં અશાંતિ, આર્થિક સંકટ, રોગો અને દુ:ખને આમંત્રણ આપે છે. તમે આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેને સારી રીતે અનુભવી શકો છો. જો


વાસ્તુશાસ્ત્ર અનુસાર, આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે ઉપાય કરે છે અથવા તો તેના નિયમોનું પાલન કરે છે, કારણ કે વાસ્તુ અનુસાર, જો આપણી આસપાસ વાસ્તુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ આવે છે.


ઘરમાં વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ખૂબ જ સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.


વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેની મદદથી આપણે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકીએ છીએ.


ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે દિવસ દરમિયાન થોડો સમય ઘરની બારીઓ ખોલવી. આમ કરવાથી ઘરમાં પ્રકાશ અને હવા આવે છે જેના કારણે નકારાત્મક ઉર્જા બહાર જાય છે.


તમારે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ, સ્વસ્તિક અને ઓમનું ચિહ્ન બનાવો.


જે ઘરોમાં સવાર-સાંજ નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા નથી રહેતી.


ઘરમાં બનેલા મંદિરની રોજ સફાઈ કરવી જોઈએ. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ અને હાર બીજા દિવસે ઉતારવા જોઈએ.


ઘરમાં સૂકા ફૂલોનો ગુલદસ્તો પરિવારના સભ્યોમાં નકારાત્મકતાની લાગણી પેદા કરે છે. આવી સ્થિતિમા ફુલદાનીમાં રોજ તાજા ફૂલ લગાવો અથવા તો શક્ય ન હોય તો તે દૂર કરી દો.


જો ઘરમાં કેટલાક વિદ્યુત ઉપકરણો યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય તો તેને તરત જ રીપેર કરાવવું જોઈએ.


ઘરની દિવાલોમાં ભીનાશ કે તિરાડો ન હોવી જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.


ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પોતના પાણીમાં મીઠું નાખીને પોતા કરો.


મીઠું નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઊર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો