Thursday upay: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગુરુ પ્રસન્ન થાય છે.
ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. જો આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષા અને અપાર ધનની પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે. કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાયોથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.આવો જાણીએ ગુરુવારે કરવાના કેટલાક સરળ ઉપાય.
ગુરુવારે કરો આ ઉપાય
ગુરુવારે કોઈની પાસેથી ઉધાર ના લેવું કે ન આપવું. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
પુસ્તક દાન
ગુરુને જ્ઞાન અને વિદ્યાનો કારક ગ્રહ માનવામાં આવે છે. પુસ્તકોનું દાન, ખાસ કરીને ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યયનનો વિકાસ થાય છે.પુસ્તક ફાટવું જોઈએ નહીં, તે તમને નુકસાન જ કરી શકે છે.
પીળા ફળનું દાન
કહેવાય છે કે ફળોનું દાન મૃત્યુ પછી પણ સ્વર્ગમાં સ્થાન મેળવવામાં મદદરૂપ થાય છે.પીળા ફળનું દાન જરૂરતમંદ કે ગરીબને કરો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સમૃદ્ધિનો માર્ગ ખુલશે અને તમને અટકેલું ધન પણ મળશે.
ચંદન લગાવો
દર ગુરુવારની પૂજા પછી હળદર અથવા પીળા ચંદનનું તિલક કરો આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બનશે. તેની સાથે જ વ્યક્તિને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા અને અને લાભ મળે છે.