નવી દિલ્હીઃ આવતીકાલથી ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ઘરઆંગણે પ્રથમ ટી-20 મેચ રમાશે. આ અગાઉ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કેએલ રાહુલ ઇજાના કારણે આખી સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. સીરિઝમાંથી બહાર થઇ જતા કેએલ રાહુલે ભાવુક પોસ્ટ કરી છે. ટ્વિટ કરી સીરિઝમાંથી બહાર થઇ જવાના કારણે દુઃખ વ્યક્ત કર્યું હતું.






ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ઋષભ પંતને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. કેએલ રાહુલે સીરિઝમાંથી બહાર થયા બાદ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.


આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ: કેએલ રાહુલ


કેએલ રાહુલે ટ્વિટર પર કહ્યું કે, 'આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજથી હું બીજી ચેલેન્જ શરૂ કરી રહ્યો છું. પ્રથમ વખત ઘરઆંગણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ન કરી શકવાથી ખૂબ નિરાશ થયો છું. પરંતુ બહારથી હું ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરીશ. મને સમર્થન કરવા બદલ  આપ સૌનો આભાર. ઋષભ પંત અને ટીમના અન્ય સભ્યોને સીરિઝ માટે શુભકામનાઓ.


BCCIએ શું કહ્યું?


બીસીસીઆઈએ કહ્યું કે કેએલ રાહુલને ઈજા થઈ છે. જ્યારે કુલદીપ યાદવને નેટ પ્રેક્ટિસમાં બેટિંગ કરતી વખતે જમણા હાથમાં ઈજા થઈ છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. પસંદગી સમિતિએ વિકેટકીપર ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.