Hanuman Janmostav 2023 Live: હનુમાન જંયતીના અવસરે, સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું વિધિવત પૂજન અર્ચન

Hanuman Janmostav 2023 :પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્ત

gujarati.abplive.com Last Updated: 06 Apr 2023 02:46 PM

બ્રેકગ્રાઉન્ડ

Hanuman Janmostav 2023 :પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્તપંચાંગ મુજબ, 6 એપ્રિલ...More

મોરબી: ખોખરાધામ હનુમાન મંદિરમાં અબજ રામ નામ લેખન હનુમંતના ચરણે કરવામાં આવ્યાં અર્પણ

મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને પણ અર્પણ કરાવામાં આવ્યા  હતા.



મોરબી પંથક અને ગુજરાતભરના આસ્થાના કેન્દ્ર એવા ભરતનગર અને બેલા વચ્ચે આવેલ ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હોમ હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, રામ નામના જાપ અને સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.અને રામ ચરિત માનસનું આયોજન થયું છે.


ઉલ્લેખનિય છે કે, ખોખરાધામ હનુમાન ખાતે હનુમાન જયંતી નિમિતે સંતવાણી સહિતના કાર્યક્રમો તા.9 સુધી યોજાશે. આજે હનુમાન જયંતીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યાં હતા..હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી.