Trigrahi yog:જ્યોતિષમાં ગ્રહોની અસર માનવ જીવન પર પડે છે. ગ્રહો માત્ર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા નથી, પરંતુ એક જ રાશિમાં 2 કે તેથી વધુ ગ્રહોનો સંયોગ પણ હોય છે. આ યોગ અથવા યુતિ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ ફળ આપે છે.


 વૃશ્ચિક રાશિમાં ટૂંક સમયમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.  11 નવેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ પછી 13 નવેમ્બરે બુદ્ધિ અને વેપારના દેવતા બુધનો પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે. હવે આગામી 16 નવેમ્બરે ગ્રહોનો અધિપતિ સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ત્રિગ્રહી યોગ રચશે. જો કે, વૃશ્ચિક રાશિમાં બનતા આ ત્રિગ્રહી યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે. જેને આ સમયે સારા પૈસા મળી શકે છે. આવો જાણીએ કે કેવી રીતે બને છે આ યોગ


મકરઃ- મકર રાશિના લોકો માટે વૃશ્ચિક રાશિમાં બનેલો શુક્ર, બુધ અને સૂર્યનો ત્રિગ્રહી યોગ લાભદાયી બની શકે છે. મકર રાશિના જાતકોની કુંડળીના અગિયારમા ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. અગિયારમું ઘર આવકનું સ્થાન માનવામાં આવે છે. તમને આવકની નવી તકો મળવાની સંભાવના છે. આ ત્રિગ્રહી યોગના પ્રભાવથી તમને સમાજમાં પણ માન-સન્માન મળશે. આ સમયે તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો.


કુંભ: કુંભ રાશિની ગોચર  કુંડળીના દસમા ભાવમાં ત્રિગ્રહી યોગનું નિર્માળ થયું છે. કુંડળીનું દસમું ઘર નોકરી અને વ્યવસાયનું સ્થાન માનવામાં આવે છે. જો તમે નોકરીમાં છો તો તમને કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સાથે નવી જવાબદારી પણ મળી શકે છે. આ સિવાય તમારી આર્થિક બાજુ પણ આ સમયગાળા દરમિયાન મજબૂત રહેવાની શક્યતા છે.


મીન: મીન રાશિના જાતકોની ગોચર કુંડળીના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે. નવમું ઘર ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. આ યોગ મીન રાશિના લોકોના કરિયરને નવી ઊંચાઈ પામશે.  આ યોગ દરમિયાન ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. જો તમારું કોઈ કામ અટકેલું છે તો તે પણ પૂરું થશે. શુક્રની શુભ અસરથી તમે વાહન કે મિલકત ખરીદી શકો છો. પારિવારિક જીવનમાં પણ શુક્ર, બુધ અને સૂર્યનો સંયોગ સુખ-સમૃદ્ધિ લાવશે.