Unlucky Moles on Body:સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક ભાગો એવા હોય છે જ્યાં તલ  હોવું શુભ માનવામાં આવતું નથી. શરીરના આ અંગો પર તલ  હોવાને કારણે વ્યક્તિને ઘણા અશુભ પરિણામ મળે છે. આ તલની અશુભ અસરોમાં વેપાર, નોકરી અને વૈવાહિક જીવનમાં સંઘર્ષનો સમાવેશ થાય છે. આવો, ચાલો જાણીએ કે શરીરના કયા અંગો પર તલ  હોય તે શુભ માનવામાં આવતું નથી.


સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પર તલ  શુભ અને અશુભ અસરો વિશે લખવામાં આવ્યું છે. કેટલાક  તલ  વ્યક્તિના ભાગ્યનો સંકેત આપે છે તો કેટલાક તલ  શુભ માનવામાં આવતા નથી. સમુદ્ર શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના શરીર પરના કેટલાક તલ  શુભ ફળ આપતા નથી અને કેટલીક નકારાત્મક બાબતો સૂચવે છે. આવો, ચાલો જાણીએ કે શરીર પર ક્યાં ક્યાં જગ્યાએ તલ  હોય તો તે  અશુભ પરિણામ આપે છે.


જે વ્યક્તિની સૌથી નાની આંગળી પર તલ  હોય તો તો તેને અઢળક ધન મળે છે પરંતુ તે તેના જીવનમાં દુઃખી રહે છે. આવા લોકોને જીવનમાં કેટલાક સંઘર્ષનો સામનો કરવો પડે છે.


ડાબા હાથ પર તલ  હોવું સૂચવે છે કે વ્યક્તિ ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવનો હશે. તે ખૂબ જ સરળતાથી ગુસ્સે થઈ જતો અને  જો કે  હંમેશા લોકોનો ન્યાય કરતો હોય છે.


હોઠ પર તલ  હોવું સૂચવે છે કે વ્યક્તિ ખૂબ જ કામુક હશે. આ ઉપરાંત હોઠ પર તલ  હોવું એ પણ વ્યક્તિની આર્થિક બાબતો સતત બગડતી રહેવાનો સંકેત છે. આનો અર્થ એ છે કે, વ્યક્તિની આર્થિક સ્થિતિ અસ્થિર રહેશે.


કાન પર તલ  હોવું પણ શુભ પ્રભાવમાં સામેલ નથી. કાન પર તલ  હોવું એ વ્યક્તિના ટૂંકા જીવનનો સંકેત આપે છે. આ ઉપરાંત, આવી વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ સંઘર્ષ કરતી રહે છે.


જે લોકોની આંખની ડાબી બાજુએ તલ  હોય તે શુભ માનવામાં આવતું નથી કારણ કે આવા લોકોના વૈવાહિક જીવનમાં અવરોધો આવે છે અને પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે.


 


સૂર્ય પર્વત પર તલ  એટલે કે રીંગ ફિંગરનીની નીચે ઉપસેલા ભાગમાં તલ હોવું પણ શુભ માનવામાં આવતું નથી. સૂર્ય પર્વત પર તલ ર હોવાના કારણે વ્યક્તિને આંખ સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડે છે. આ સિવાય વ્યક્તિ પર ઘણા ખોટા આરોપો પણ લાગે  છે. વ્યક્તિનું સન્માન જોખમાય છે.