India-Bangladesh Relations: બાંગ્લાદેશના કાર્યકારી વડાપ્રધાન અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે રવિવારે (17 નવેમ્બર 2024) રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે તેમની સરકાર ભારત પાસેથી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે. ઓગસ્ટમાં ભારે વિરોધ બાદ શેખ હસીના ભારત આવ્યા હતા.
તેમના કાર્યકાળના 100મા દિવસે તેમના સંબોધનમાં યુનુસે કહ્યું કે તેમની સરકાર હસીના સહિત વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલા મૃત્યુ માટે જવાબદાર તમામ વિરુદ્ધ કાયકાદીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરીશું. તેમણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના મુખ્ય વકીલ કરીમ ખાન સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું પણ કહ્યું હતું.
હસીના વિરુદ્ધ ICC પાસે સહકારની માંગ
યુનુસ પ્રશાસને શેખ હસીના અને તેના સહયોગીઓ વિરુદ્ધ સ્થાનિક ફોજદારી કેસોની સાથે આઈસીસી પાસેથી મદદની વિનંતી કરી છે. આ તપાસમાં હસીનાના શાસન દરમિયાન થયેલા તમામ માનવાધિકાર ભંગ, ખાસ કરીને બળજબરીથી ગુમ કરાયેલા લોકોના કેસ સામેલ છે. બાંગ્લાદેશે પણ ઇન્ટરપોલને વિનંતી કરી છે કે હસીના અને તેના સહયોગીઓની ધરપકડ કરવા માટે રેડ નોટિસ જારી કરવામાં આવે.
ચૂંટણી યોજવી પ્રાથમિક ઉદ્દેશ
યુનુસે કહ્યું કે તેમની સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય નવી ચૂંટણીઓ કરાવવાનો છે જેથી ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી શકાય. જોકે તેમણે ચૂંટણી માટે કોઈ સમયમર્યાદા આપી નથી. યુનુસે કહ્યું કે પહેલા તેમની સરકાર ચૂંટણી પ્રણાલી સહિત ઘણા ક્ષેત્રોમાં સુધારા લાગુ કરશે. સુધારા પછી જ ચૂંટણીની સમયમર્યાદા જાહેર કરવામાં આવશે.
યુનુસે લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર વધતા કટ્ટરપંથી ઇસ્લામિક પ્રભાવને કારણે હુમલાના અહેવાલોને "અતિશયોક્તિપૂર્ણ" ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમની સરકાર લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને કોઈપણ પ્રકારની ધાર્મિક અસંતુલન સહન કરવામાં આવશે નહીં.
ચીનમાં વિદ્યાર્થીએ છરીથી લોકો પર કર્યો જીવલેણ હુમલો, 8ના મોત, 17 ઘાયલ