Vastu Tips for Unmarried People:કેટલીક વસ્તુઓ તમારા બેડરૂમમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ.  આવું કરવાથી લવ લાઇફ ડિસ્ટર્બ થાય છે.આવો જાણીએ એવી કઇ વસ્તુઓ છે, જે બેડરૂમમાં રાખવાથી  પાર્ટનર સાથેના સંબંધોમાં કડવાશ આવે છે.


અપરિણીત છોકરા-છોકરીઓએ પોતાના બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખતા પહેલા વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, અપરિણીત લોકોના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ તેમની લવ લાઈફ અને આગળના લગ્ન જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી બેડરૂમમાં વસ્તુઓ રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.


બેડરૂમમાં ન રાખો આ વસ્તુઓ



  • ધ્યાનમાં રાખો કે, બેડરૂમની સીલિંગ બે ભાગમાં વહેંચેવી ન હોવી જોઇએ અને  રૂમની મધ્યમાં બીમ ન હોવો જોઈએ.

  • બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટર પણ ન રાખો જે આપની લવ લાઇફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બાબતો તમારી લવ લાઈફમાં સમસ્યા ઊભી કરી શકે છે.

  • બે ગાદલા સાથે પલંગ પર ન સૂવું કારણ કે તે અશુભ છે. ફેંગશુઈ અનુસાર, ફક્ત એક જ ગાદલાવાળા પલંગનો ઉપયોગ કરો, તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.

  • બેડરૂમમાં નદી, તળાવ, ધોધ વગેરેની તસવીરો પણ ન લગાવો.  કારણ કે તે લગ્નજીવનમાં અવરોધો ઉભા કરી શકે છે.

  • જો શૌચાલયનો દરવાજો પલંગની બરાબર સામે હોય, તો આવી સ્થિતિમાં તેને હંમેશા બંધ રાખો.

  • બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ. જો તે હોય, તો તેને એવી જગ્યાએ મૂકો જ્યાંથી બેડ ન દેખાય .

  • જો અરીસો બેડની પાસે મૂક્યો હોય તો ધ્યાન રાખો કે તેને હંમેશા ઢાંકીને રાખો.

  • ધ્યાન રાખો કે પલંગનો ખૂણો બારી કે દીવાલને અડીને ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.