Vastu tips: ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?
ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?
હા, રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની એલચી ખાવાને બમણું સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. એલચીના નાના ઉપાયોથી જીવનની મોટી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. એલચીની કેટલીક ટ્રિક્સ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારી કિસ્મતને એક નાનકડી એલચીના પ્રયોગથી બદલી શકો છો અને એલચી દ્વારા સફળતા મેળવી શકો છો. તો ચાલો જાણીએ..
ધન
ધનની વૃદ્ધિ કરવા માટે એલચીનો પ્રયોગ કારગર છે. જો ગમે તેટલી કમાણી હોય અને કમાણીમાં બરકત ન રહેતી હોય તો લીલી એલચીને આપની તિજોરીમાં રાખો ધનમાં વૃદ્ધિ થશે.
દ્રરીદ્રતા
ગરીબી દૂર કરવા માટે, કોઈ ગરીબ અસહાયને અથવા તો કિન્નરને સિક્કાનું દાન કરો અને તેને લીલી ઈલાયચી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું નિયમિતપણે કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.
નોકરી મળવી અને પ્રમોશના યોગ
જો નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો ઈલાયચીને લીલા કપડામાં બાંધીને રાત્રે ઓશિકા નીચે રાખો. ત્યારપછી સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિને આપી દો. આ પ્રયોગ નોકરી આપવામાં અને પ્રમોશનના યોગ બનાવવામાં મદદ કરશે.
શુક્રને બનાવો મજબૂત
જો તમારો શુક્ર નબળો હોય તો બે ઈલાયચીને પાણીમાં પલાળીને રાખો, પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણીમાં તેને મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ઓમ જયંતી મંગળા કાલી ભદ્રકાળીનો જાપ કરો, આ ઉપાય કરવાથી શુક્ર બળવાન બની શકે છે.
લગ્નમાં વિલંબ થાય છે?
જો તમારી લગ્ન યોગ્ય ઉંમર છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે ગુરુ મંદિરમાં પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે બે લીલી ઈલાયચી અર્પણ કરો. આનાથી જલ્દી સારા સંબંધો આવવા લાગશે.
પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો ઉપાય
પરીક્ષામાં સફળતા મેળવવા માટે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે સૂર્યાસ્તના અડધો કલાક પહેલા પીપળના ઝાડ નીચે પાંચ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ અને બે નાની ઈલાયચી શ્રદ્ધાપૂર્વક ચઢાવો. પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના પણ કરો. આ ઉપાય સતત 3 ગુરુવાર સુધી કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે.