IPLની 15મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ગુરુવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાશે. છેલ્લી મેચમાં બંને ટીમોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને આ મેચથી બંને ટીમો નવેસરથી શરૂઆત કરવા માંગે છે. આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નઈને કોલકાતાએ હરાવ્યું હતું જ્યારે લખનઉને ગુજરાતે હરાવ્યું હતું.



  1. ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી મેચમાં અણનમ 50 રનની ઇનિંગ રમી હતી. ફિનિશર તરીકે ધોનીએ સારું કામ કર્યું હતું. હવે તેણે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આવી સ્થિતિમાં તે લખનઉ સામે પોતાના બેટથી રનનો વરસાદ કરી શકે છે.


 



  1. IPL 2021માં સૌથી વધુ રન બનાવનાર CSKનો યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ છેલ્લી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ તેના ભૂતકાળના આંકડા જબરદસ્ત છે અને તેની પાસેથી લખનઉ સામે મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.


 



  1. ચેન્નઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ છેલ્લી મેચમાં અણનમ 26 રનની ઇનિંગ રમી હતી. જ્યારે તે બોલિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે હાલમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર છે અને આગામી મેચમાં તરખાટ મચાવી શકે છે.


 



  1. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ છેલ્લી મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ જ કારણ હતું કે લખનઉની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી અને મેચ ગુમાવવી પડી હતી. ચેન્નઈ સામે તેની પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા છે.


 



  1. વિસ્ફોટક ઓપનર ક્વિન્ટન ડિ કોક આ વખતે લખનઉ તરફથી રમી રહ્યો છે. પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતો ડિકોક છેલ્લી મેચમાં ફ્લોપ રહ્યો હતો અને તેણે માત્ર 7 રન બનાવ્યા હતા. આ વખતે તમામની નજર ડેકોક પર રહેશે કારણ કે તે પોતાની તોફાની બેટિંગથી મેચનો પલટો ફેરવી શકે છે.


મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત


31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........


Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ


બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......