Home Vastu Tips:જો તમે ઘર અથવા ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેને ખરીદતા પહેલા ખાતરી કરો કે, તે ઘરમાં કોઈ વાસ્તુ દોષ તો  નથીને. આ માટે તમે વાસ્તુ નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો. વાસ્તવમાં, વાસ્તુ દોષોને કારણે નવા મકાનો અથવા ફ્લેટ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.  વાસ્તુ દોષના કારણે  સ્વાસ્થ્ય, નોકરી, કારકિર્દી વગેરેમાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.  આ કારણે જ્યારે લોકો ઘર કે ફ્લેટ ખરીદે છે ત્યારે તેમાં વાસ્તુના કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.


જો તમે એપાર્ટમેન્ટ ખરીદતા હોવ, તો બ્લોકના પ્રવેશદ્વારને તેના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ગણવામાં આવશે. પ્રવેશદ્વાર ઉત્તર અથવા ઉત્તર પૂર્વમાં હોવું જોઈએ. બિલ્ડિંગની આસપાસ પૂરતી ખુલ્લી જગ્યા હોવી જોઈએ. તમારા ઘર અથવા ફ્લેટના મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે કોઈ લિફ્ટ, કોઈ દિવાલ અથવા મોટું વૃક્ષ વગેરે હોવું જોઈએ નહીં. જો એમ હોય તો તેનાથી વાસ્તુ દોષ સર્જાય છે.


વાસ્તુમાં યોગ્ય કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશનનું ખૂબ મહત્વ છે, તેથી ખાતરી કરો કે ઘરને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે. સારું  ક્રોસ વેન્ટિલેશન પણ હોય. આ બે દિશાઓમાંથી કોઈપણ દિશામાં બારી અને બાલ્કની સાથે ઉત્તર અથવા પૂર્વ તરફનો ફ્લેટ આદર્શ માનવામાં આવે છે. સવારનો સૂર્યપ્રકાશ સકારાત્મકતા લાવે છે જ્યારે બપોરના ઇન્ફ્રારેડ કિરણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી જો કોઈ બારી દક્ષિણ કે પશ્ચિમમાં હોય તો તે વાસ્તુ દોષ હેઠળ આવે છે. આવા મકાનની ખરીદી ટાળવી જોઇએ.


દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિવાલ પરની બારીઓ કદમાં નાની હોવી જોઈએ. વાસ્તુ અનુસાર, ઘરમાં પડોશી ઘર સાથે દિવાલ ન જોડવી જોઈએ, કારણ કે તે મિશ્રિત ઉર્જા બનાવે છે, તેથી બિલ્ડિંગની આસપાસ ખુલ્લી જગ્યા છોડવી જોઈએ. ઉત્તર અને પૂર્વમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોવાથી, દક્ષિણ અને પશ્ચિમ બાજુની તુલનામાં મકાનની ઉત્તર અને પૂર્વ બાજુએ વધુ ખુલ્લી જગ્યા છોડવી જોઈએ


ઉત્તર પૂર્વ દિશામાં રસોઇ ન હોવી જોઇએ. તમારે નોર્થ-ઈસ્ટમાં રસોડું હોય તેવા ફ્લેટ ખરીદવાનું ટાળવું જોઈએ. બિલ્ડિંગનો આ ભાગ સવારના સૂર્યને આવકારતો હોવાથી તે લિવિંગ રૂમ અથવા મેડિટેશન રૂમ માટે યોગ્ય છે. રસોડા માટે દક્ષિણ-પૂર્વ દિશા આદર્શ છે.


બહુમાળી ઇમારતમાં છતના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીની ટાંકી રાખવી જોઈએ. વહેલી સવારના સૂર્યના કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ભરપૂર હોય છે જે પાણીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ઘરની છત પર પ્લાસ્ટિકની ટાંકી ન હોવી જોઈએ અને જો હા તો તે ઘાટા રંગની હોવી જોઈએ.


દરેક ફ્લેટમાં શૌચાલય અને બાથરૂમ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં અથવા દક્ષિણ દિશામાં બનાવવા જોઈએ. પવનની દિશા ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ છે. જો શૌચાલય ઉત્તર પૂર્વમાં હશે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે.


વાસ્તુ અનુસાર બાળકોનો રૂમ ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. બાળકોના રૂમની બારી ઉત્તર દિવાલ પર હોવી જોઈએ. આ દિશાનો રૂમ પૂરતો કુદરતી પ્રકાશ લાવશે. જો બાળકોનો ઓરડો ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો તેમનું મન અભ્યાસમાં વ્યસ્ત રહે છે અને તેમનું ધ્યાન પણ એકાગ્ર રહેશે.