Vastu Tips For Plants: વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડનું એક ખાસ મહત્વ હોય છે. વૃક્ષ- છોડ ઘરમાં સકારત્મક અને નકારાત્મક  ઉર્જા લાવે છે. જેને લીધે ઘરમાં વૃક્ષ- છોડ લાવતા અથવા વાવતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડ બાબતે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. જો કે ઘણા લોકોને આ વિશે પુરતી જાણકારી હોતી નથી જેથી તેઓ ગમે તે વૃક્ષ કે છોડ ઘરે લઈ આવે છે. જેના લીધે તેઓને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે.


ઘરમાં ના લગાવો કાંટાવાળો છોડ


વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળો છોડ લગાવવો જોઈએ નહી. ઘરમાં કૈક્ટસ અને નાગફની જેવા છોડ લાગવવા જોઈએ નહી. આ છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેને ઘરમાં લગાવવાથી તમારું સુખ ચેન જતું રહે છે. જે ઘરમાં કાંટાવાળા વૃક્ષ કે છોડ હોય છે તેના પર દુશ્મનોની ખરાબ નજર મંડરાયેલી જ હોય છે. આ ઘરના લોકોમાં એક ભય હોય છે. જેના લીધે વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય કાંટાળા વૃક્ષ કે છોડ લાવવા જોઈએ નહી


ઘરમાં આ છોડ પણ ના લાવો


તમારા ઘરમાં કાંટાળા તેમજ જેનામાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે તેવા વૃક્ષ કે છોડ ના લાવો. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક અને બીમારીઓ આવે છે. તો બીજી તરફ બોન્સાઇ, આંબલી, મહેંદીના છોડ વાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નોકરી ધંધામાં ભારે નુકસાન આવે છે. આ વૃક્ષ છોડ સુખ ચેન છીનવી લે છે. તમારી પ્રગતિમાં અવરોધ બને છે. ઘરમાં સુકાઈ ગયેલા કે મુરઝાઈ ગયેલા વૃક્ષ છોડ પણ ના રાખવા જોઈએ. જેનાથી ઘરમાં બરબાદી શરુ થઈ જાય છે.


Disclaimer: આ અહેવાલ ફક્ત મળતી માહિતી મુજબ છે. આ અહેવાલની માહિતી સાથે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી માટે તજજ્ઞની સલાહ લો.