Weekly horoscope:19 જાન્યુઆરી 2026 થી શરૂ થતું આ સપ્તાહ ગ્રહોની ચાલ મુજબ તમામ 12 રાશિઓ માટે મિશ્ર ફળદાયી રહેવાનું છે. આ અઠવાડિયે કેટલાક લોકો માટે કરિયરમાં નવી તકો લઇને આવશે.  તો કેટલાકને સ્વાસ્થ્ય અને ખર્ચ બાબતે સાવધાન રહેવું પડશે. અહીં તમામ 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ વિગતવાર જાણીએ...

મેષ, મેષ (Aries): આ અઠવાડિયે તમને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામો પૂરા થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.

વૃષભ (Taurus):

આર્થિક દૃષ્ટિએ આ સપ્તાહ મજબૂત રહેશે. રોકાણથી ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું, ખાસ કરીને આંખોની તકલીફ થઈ શકે છે.

મિથુન (Gemini):

કરિયરમાં નવા ફેરફારો જોવા મળશે. વેપારીઓ માટે આ સમય સારો છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે.

કર્ક, કર્ક (Cancer): માનસિક તણાવ ઓછો થશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. લાંબા ગાળાના રોકાણ માટે આ ઉત્તમ સમય છે. શત્રુઓથી સાવધ રહેવું.

સિંહ (Leo):

આત્મવિશ્વાસમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. વિવાહિત જીવનમાં થોડો વિવાદ થઈ શકે છે, વાણી પર સંયમ રાખવો.

કન્યા (Virgo):

કામનો બોજ વધી શકે છે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મહેનત માગી લે તેવું છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી આનંદ થશે.

તુલા (Libra):

સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવું વાહન કે મિલકત ખરીદવાના યોગ છે. ભાગીદારીના કામમાં સફળતા મળશે. અઠવાડિયાના અંતમાં નાની યાત્રા થઈ શકે છે.

વૃશ્ચિક (Scorpio):

આ અઠવાડિયે ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. ગુપ્ત શત્રુઓથી બચવું. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી.

ધન (Sagittarius):

નાણાકીય બાબતોમાં આ સપ્તાહ મધ્યમ રહેશે. શેરબજારથી દૂર રહેવાની સલાહ છે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. ઘરના વડીલોના આશીર્વાદ ફળશે.

મકર (Capricorn):

કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો. તમારી આયોજનશક્તિ કામ આવશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.

કુંભ (Aquarius):

આ સપ્તાહ મિશ્રિત ફળ આપશે. આવક કરતાં ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને સફળતા મળશે.

મીન (Pisces):

રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. વેપારમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવનમાં ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળવું.