Raksha Bandhan 2023:દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભદ્કાળના કારણે રાખીનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવ્યો ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે રક્ષા બંધન બાદ રાખડીનું શું કરવું જોઈએ અથવા જો ઉતારતી વખતે રાખડી તૂટી જાય તો શું કરવું જોઈએ. આજે અમે તમને આવા જ સવાલોના જવાબ જણાવી રહ્યા છીએ.
રાખડીનો તહેવાર પૂરો થયા પછી ઘણા લોકો તેને ઉતારીને ફેંકી દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે આવું કરવાથી ભાઈ-બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. એટલા માટે તમારે આ કરવાનું ટાળવું જોઈએ.
બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધેલી રાખડી એક રક્ષા સૂત્ર છે, એવું માનવામાં આવે છે કે રાખી દરેક પરિસ્થિતિમાં ભાઈની રક્ષા કરે છે.
ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. રાખડીને કાંડામાંથી બરાબર કાઢી લેવી જોઈએ અને ત્યારબાદ આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે છે.
લાલ કપડામાં બાંધેલી આ રાખડી આવતા વર્ષે રક્ષાબંધન પર વહેતા પાણીમાં તરતી મુકવામાં આવે છે. આવું કરવાથી ભાઈ-બહેનનો સંબંધ જ મજબૂત બને છે.
જો તમારા કાંડા પર બાંધેલી રાખડી કોઈ કારણસર તૂટી ગઈ હોય અથવા કાઢતી વખતે તૂટી જાય તો આ સ્થિતિમાં રાખડી ઘરમાં ન રાખવી જોઈએ. આવી રાખડીને ઝાડ નીચે કે પાણીમાં ચઢાવો. તેની સાથે 1 સિક્કો પણ મૂકવો.
હિંદુ માન્યતાઓ અનુસાર, તૂટેલી રાખડીને ઝાડ પર બાંધી દેવાથી કે વહેતા પાણીમાં પઘરાવી દેવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ અને મધુરતા આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો