Ganesh Visarjan On Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીનો પવિત્ર તહેવાર ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને તે ગણેશોત્સવનો છેલ્લો દિવસ પણ છે. ઘણા ભક્તો આ દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. જાણો આ વર્ષે અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ મૂહૂર્ત શું છે.
અનંત ચતુર્દશીને અનંત ચૌદસ (અનંત ચૌદસ 2025) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા યમુના અને શેષનાગની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ દિવસે અનંત સૂત્ર બાંધે છે. આ દિવસે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ સાથે ગણેશ ઉત્સવનો અંત આવે છે. જો તમે પણ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવાનું વિચારી રહ્યા છો, તો તેનો શુભ મૂહૂર્ત અને વિધિ જાણો.
ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત
ચતુર્દશી તિથિનો પ્રારંભ - 06 સપ્ટેમ્બર 2025 સવારે 03:12 વાગ્યે
ચતુર્દશી તિથિ સમાપ્ત - 07 સપ્ટેમ્બર 2025 સવારે 01:41 વાગ્યે
પરોઢનું મુહૂર્ત (લાભ) - 04:36 AM થી 06:02 AM, સપ્ટેમ્બર 07
સવારનું મુહૂર્ત (શુભ) - 07:36 AM થી 09:10 AM
બપોરનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - બપોરે 12:19 થી 05:02 PM
સાંજનું મુહૂર્ત (લાભ) - સાંજે 06:37 થી 08:02 સુધી
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચાર) - 09:28 PM થી 01:45 AM, સપ્ટેમ્બર 07
અનંત ચતુદર્શીના પૂજાનું મૂહૂર્ત
અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત - 06:02 AM થી 01:41 AM, સપ્ટેમ્બર 07
ગણેશ વિસર્જન દરમિયાન, ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા, વિધિવત પૂજા આરતી કરવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે. બાદ આખા ઘરમાં કે સોસોયાટી શેરી જ્યાં સ્થાપિત હોય ત્યા બાપ્પાની મૂર્તિનું ભ્રમણ કરવામાં આવે છે. તેના કાનમાં મનની ઇચ્છા કહેવામાં આવે છે. બાદ વાજતે ગાજતે વિસર્જન કરાઇ છે. નાની મૂર્તિ હોય ઘરના સ્વસ્છ પાત્રમાં પાણી લઇને વિસર્જિત કરી શકાયછે બાદ આ માટીને છોડ ઝાડના ક્યારામાં પધરાવી દેવી,