દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 330 રન બનાવ્યા હતા. આ સાથે તેણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર બનાવેલો ભારતનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હકીકતમાં, અત્યાર સુધી લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વિદેશી ટીમ દ્વારા ODI મેચમાં બનાવેલો સૌથી વધુ સ્કોર ભારતના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2002 માં ઇંગ્લેન્ડ સામે 326 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વિદેશી ટીમ દ્વારા ODI માં સૌથી વધુ સ્કોર
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ODI મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે, જેણે 1995 માં ભારત સામે 334 રન બનાવ્યા હતા. પરંતુ અત્યાર સુધી લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વિદેશી ટીમ દ્વારા બનાવેલો સૌથી વધુ સ્કોર ભારતના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2002 માં ઇંગ્લેન્ડ સામે 326 રન બનાવ્યા હતા. પરંતુ હવે દક્ષિણ આફ્રિકા આ બાબતમાં તેનાથી આગળ નીકળી ગયું છે. તેણે ઇંગ્લેન્ડ સામે 330 રન બનાવ્યા છે.
330 રન - દક્ષિણ આફ્રિકા - 2025326 રન - ભારત - 2002309 રન - ઓસ્ટ્રેલિયા - 2015308 રન - પાકિસ્તાન - 2019303 રન - ઓસ્ટ્રેલિયા - 1999
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાનો બીજો સૌથી મોટો સ્કોર 280 રન છે, જે તેણે 2011માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. ભારતીય ટીમ અહીં વનડે મેચમાં ફક્ત એક જ વાર 300 રનનો આંકડો પાર કરી શકી છે.
મેથ્યુ બ્રીત્ઝકે આ મેચમાં રેકોર્ડ બનાવ્યો
દક્ષિણ આફ્રિકાના 26 વર્ષીય બેટ્સમેન મેથ્યુ બ્રીત્ઝકેએ ગુરુવારે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી વનડે દરમિયાન એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મેથ્યુ બ્રીત્ઝકે ODI ક્રિકેટ ઇતિહાસમાં તેની પ્રથમ પાંચ મેચની પાંચ ઇનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.પોતાની કારકિર્દીની પ્રથમ પાંચ ODI ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવીને, તેણે નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો, જેમણે પોતાની કારકિર્દીની પ્રથમ ચાર ODI ઇનિંગ્સમાં સતત ચાર અડધી સદી ફટકારી હતી.
લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાના 26 વર્ષીય બેટ્સમેન મેથ્યુ બ્રીત્ઝકેએ ચોથા નંબરે બેટિંગ કરતા 77 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. મેથ્યુ બ્રીત્ઝકે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે 110.38 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.