Janmashtami 2023:  આ વર્ષે અધિક માસના કારણે જન્માષ્ટમી અને રક્ષાબંધનમાં માટે થોડી રાહ જોવી પડશે. અધિક શ્રાવણ માસ 16 ઓગસ્ટે પૂર્ણ થશે અને 17 ઓગસ્ટથી શરૂ થશે. આ માસમાં આવતા બે મહત્વ પૂર્ણ પર્વ રક્ષાબંધન અને જન્માષ્ટમી છે. હિન્દુ ગુજરાતી પંચાગ મુજબ 30 ઓગસ્ટે રક્ષા બંધન  તો જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે છે.


કૃષ્ણ જન્માષ્ટમીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. ચાલો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીની ચોક્કસ તારીખ અને શુભ સમય.


શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીએ કૃષ્ણ જન્માષ્ટ મનાવવામાં આવે છે. આ  તિથિ 06 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 03.37 કલાકે શરૂ થઈ રહી છે. અષ્ટમી તિથિ 07 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04.14 કલાકે સમાપ્ત થશે. તો દરમિયાન દેશભરમાં કૃષ્ણ જન્મષ્ટમી મનાવવામા આવશે.


પુરાણો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે થયો હતો. આ માન્યતા અનુસાર 6 સપ્ટેમ્બરે ગૃહસ્થ તેમની જન્મજયંતિ ઉજવશે. આ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. બીજી તરફ વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણની પૂજા માટે અલગ નિયમો પાળે છે, આવી સ્થિતિમાં વૈષ્ણવ સંપ્રદાયમાં 07 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.


રોહિણી નક્ષત્ર શરૂ થાય છે - 06 સપ્ટેમ્બર 2023, સવારે 09:20 કલાકે


રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે - 07 સપ્ટેમ્બર 2023, સવારે 10:25 કલાકે


જન્માષ્ટમી 2023 મુહૂર્ત (Janmashtami 2023 Muhurat)


શ્રી કૃષ્ણ પૂજા સમય - મધ્યરાત્રિ 12:02 થી મધ્યરાત્રિ 12:48 (7 સપ્ટેમ્બર 2022)


પૂજાનો સમયગાળો - 46 મિનિટ


ઉપવાસનો સમય - 7 સપ્ટેમ્બર 2023, સવારે 06.09 કલાકે


કૃષ્ણ જન્માષ્ટમી વ્રતનું મહત્વ(Krishna Janmashtami Vrat Significance)


પૃથ્વી પર કંસના વધતા જતા અત્યાચારોનો અંત લાવવા અને ધર્મની સ્થાપના કરવા જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણને શ્રી હરિ વિષ્ણુનો સૌથી સુંદર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે. શ્રીકૃષ્ણની ઉપાસનાથી જગતના તમામ સુખો પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિ માટે આ દિવસે કાન્હાની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો જન્માષ્ટમી પર કાન્હાને માખણ, મિશ્રી, પંજરી અર્પણ કરે છે તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.