Maha Shivaratri 2025:હાશિવરાત્રી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું.  એટલે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવે   દામ્પત્ય જીવન અપનાવ્યું હતું. એવી માન્યતા છે કે, જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવનો અભિષેક કરે છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે જ વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પણ મળે છે. આ સાથે ચાલો જાણીએ કે, આ વખતે મહાશિવરાત્રી ક્યારે છે.

મહાશિવરાત્રી 2025 ક્યારે છે?

આ વખતે મહાશિવરાત્રિનું વ્રત 26 ફેબ્રુઆરી બુધવારના રોજ છે.  વાસ્તવમાં, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ શરૂ થશે.                                                   

મહાશિવરાત્રી 2025 પૂજા પદ્ધતિ

મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો અને પછી ઉપવાસનો સંકલ્પ કરો.

આ પછી સવાર-સાંજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરો.

મહાશિવરાત્રિ પર પરિણીત મહિલાઓએ તેમની તમામ શૃંગારની વસ્તુઓ દેવી પાર્વતીને અર્પણ કરવી જોઈએ.

તેમજ આ દિવસે મહાશિવરાત્રીના અવસરે ભોલેનાથને બેલપત્ર, ભાંગ, ધતુરા અવશ્ય અર્પણ કરો. ઉપરાંત, આ દિવસે, સમગ્ર શિવ પરિવાર એટલે કે ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, ભગવાન શિવ, માતા પાર્વતી અને નંદી મહારાજને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે.

મહાશિવરાત્રીનું મહત્વ

ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ ઉપરાંત દર મહિને આવતી ચતુર્થી તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેની સૌથી નબળી સ્થિતિમાં હોય છે, તેથી ભગવાન શિવે તેને તેના માથા પર પહેર્યો હતો. તેથી જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેની કુંડળીમાંથી ચંદ્ર દોષ પણ દૂર થઈ જાય છે.