આજે રાત્રે આકાશમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળશે. આજે રાત્રે એટલે કે મંગળવારે રાત્રે અવકાશમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનશે, જેમાં છ ગ્રહો એક સીધી રેખામાં એકસાથે જોવા મળશે, એટલે કે છ ગ્રહો એકસાથે પરેડ કરશે. તમે આમાંથી ચાર ગ્રહોને ટેલિસ્કોપ વિના એટલે કે નરી આંખે જોઈ શકશો. તો તૈયાર થઈ જાઓ, તમે ઘરે બેઠા ખુલ્લી આંખોથી અવકાશમાં આ ચાર ગ્રહોને જોઈ શકશો. અહેવાલો અનુસાર, પ્લેનેટરી પરેડ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને ગ્રહોની પરેડનો આ નજારો ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેખાશે.
આજે 6 ગ્રહો મંગળ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એક સીધી રેખામાં આવશે. આમાંથી તમે મંગળ, ગુરુ, શનિ અને શુક્ર ગ્રહોને કોઈપણ ઉપકરણ વિના જોઈ શકો છો, જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. આ સુંદર નજારો 8 માર્ચ સુધી દરરોજ રાત્રે આકાશમાં જોવા મળશે.
ગ્રહોની આ પરેડ ક્યારે અને કેવી રીતે જોવી?
આ અદ્ભુત ખગોળીય ઘટના 21 જાન્યુઆરી, 2025ના રોજ તેની ચરમસીમાએ હશે. આકાશમાં આ દૃશ્ય સાંજે 5 થી રાત્રે 9 વાગ્યાની વચ્ચે માણી શકાય છે. મંગળ, શુક્ર અને ગુરુ સૌથી તેજસ્વી ગ્રહો હશે, જે સરળતાથી દેખાશે.
ગ્રહો જોવા માટેની ટિપ્સ
એવી અંધારી અને પ્રદૂષણમુક્ત જગ્યા પસંદ કરો જ્યાં આકાશ સ્પષ્ટ દેખાય. શહેરની લાઇટ્સથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે.
શુક્ર અને શનિ: આ બંને ગ્રહો દક્ષિણ-પશ્ચિમ દિશામાં દેખાશે.
ગુરુ: તે દક્ષિણ-પૂર્વ દિશામાં ચમકશે.
મંગળ: તે પૂર્વ દિશામાં જોઈ શકાય છે.
ગ્રહોની આ પરેડ લગભગ ત્રણ કલાક સુધી દેખાશે. શુક્ર અને શનિ ધીમે ધીમે પશ્ચિમ દિશામાં અસ્ત થશે.
ગ્રહોને કેવી રીતે ઓળખવા
શુક્ર: આ સૌથી તેજસ્વી ગ્રહ હશે.
મંગળ: તેનો લાલ રંગ તેને સરળતાથી ઓળખવામાં મદદ કરશે.
શનિ: તે પશ્ચિમી આકાશમાં એક નાના ચમકતા બિંદુ જેવું દેખાશે.
ગુરુ ગ્રહ દક્ષિણ આકાશમાં ચમકતો જોવા મળશે.
યુરેનસ અને નેપ્ચ્યુન ફક્ત ટેલિસ્કોપની મદદથી જ દેખાશે.
ફેબ્રુઆરી અને માર્ચમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળશે
જો તમે જાન્યુઆરીમાં આ ખગોળીય ઘટના જોવાનું ચૂકી જાવ છો તો ચિંતા કરશો નહીં. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ સાત ગ્રહો - શનિ, બુધ, નેપ્ચ્યુન, શુક્ર, યુરેનસ, ગુરુ અને મંગળ આકાશમાં દેખાશે. આ દુર્લભ સંયોગ 28 ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે જોવા મળી શકે છે. 8 માર્ચ, 2025ના રોજ મંગળ, ગુરુ, યુરેનસ, શુક્ર, નેપ્ચ્યુન, શનિ અને બુધ એક સાથે આવશે. આ સમય દરમિયાન, રાત્રિના આકાશમાં અર્ધચંદ્રાકાર દેખાશે, જે દૃશ્યને અદભુત બનાવશે. માર્ચમાં પણ સૂર્યાસ્ત પછી ગ્રહોની પરેડ જોવાનો સારો સમય રહેશે.
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ