Shrawan  2024: ભગવાન શંકરની આરાધના માટે શ્રાવણ  મહિનો વિશેષ માનવામાં આવે છે. તેમના ભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે.


શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. શ્રાવણને  ભગવાન શિવનો પ્રિય મહિનો પણ કહેવામાં આવે છે, તેથી આ મહિનામાં આવતા તમામ સોમવારે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવા ભક્તો શિવાલય પહોંચી જાય  છે. આ મહિનામાં ભક્તો કાવડ યાત્રા પણ કાઢે છે, ઉપવાસ રાખે છે રૂદ્રાભિષેક કરે છે.  શિવ મંદિરોમાં જઈને ભોલેનાથનો અભિષેક કરે છે. આ વર્ષે 22 જુલાઈ સોમવારથી શ્રાવણ  મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ ખૂબ જ ખાસ સંયોગ માનવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે, શ્રાવણ  નામ કેવી રીતે પડ્યું અને આ મહિનો ભગવાન શિવને આટલો પ્રિય કેમ છે?


એટલે શ્રાવણ નામ રાખવામાં આવ્યું


પૌરાણિક કથાઓ અનુસાર, આ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે વ્રત રાખ્યું હતું. તેમણે આ મહિનામાં કઠોર તપસ્યા પણ કરી હતી. આ જ કારણ છે કે, આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ શ્રાવણ  મહિનામાં પૃથ્વી પર આવ્યા હતા અને તેમના સાસરે ગયા હતા.                                                                  


 આ સિવાય એક અન્ય કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ઝેર નીકળ્યું અને ભગવાન શિવે તેને પોતાના ગળામાં લઈ લીધું. પરંતુ, તેના કારણે તેના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધી ગયું અને તેને ઘટાડવા માટે દેવતાઓએ  વરસાદ કર્યો. સાવન મહિનામાં પણ વરસાદ પડે છે, તેથી આ મહિનો ભગવાન શિવનો પ્રિય માનવામાં આવે છે


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો