Independence Day:  કેન્દ્ર સરકાર તરફથી સ્વતંત્રતા દિવસ 2024ના અવસર પર વીરતા અને સેવા મેડલથી સન્માનિત અધિકારીઓના નામની જાહેરાત કરી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાતના  21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામા આવી છે. પ્રશંસનીય સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલ અપાશે. DSP બળવંતસિંહ ચાવડા,  PSI ભરત કુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા અને સજ્જનસિંહ પરમારને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે.


તે સિવાય પ્રશંસનીય સેવા બદલ અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા, સજ્જનસિંહ પરમાર, બિપિન ઠાકેર, દિનેશ ચૌધરી, નિરવસિંહ, ક્રિષ્ના કુમાર સિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંથ, અશ્વીન કુમાર શ્રીમાળી, વિજય કુમાર પટેલને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.








દેશમાં 15 ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે સરકારે રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધાર સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.


સરકાર દર વર્ષે વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ અને વીરતા માટે ક્રમશઃ જીવન અને સંપત્તિને બચાવવા અથવા ગુનાઓને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં બહાદુરી દાખવવા પર રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવે છે.


ગૃહ મંત્રાલયે નામ જાહેર કર્યા


ગૃહ મંત્રાલયે મેડલ મેળવનારાઓના નામ જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશથી ADG સુવેન્દ્ર કુમાર ભગલ, DIG કલ્પના સક્સેના, ઇન્સ્પેક્ટર સુગંધા ઉપાધ્યાય અને એસઆઇ રામવીર સિંહને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.                            


વડાપ્રધાન લાલ કિલ્લા પરથી 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે


સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 11મી વખત તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.