Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 એટલે કે આજે છે.  જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન જાણીએ.


આ વર્ષે અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે એટલે કે આજે છે. . આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને શુભ સમયે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ પર ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય અને ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે. વિસર્જન પહેલા મનના મનોરથ માટે પ્રાર્થના કરીને ગણેશજીના ચરણોમાં દુર્વા અર્પણ કરો. આ વિધિથી ગણેશ આપની શુભ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.


ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની મૂર્તિને શા માટે જળમાં વિસર્જિત કરી દેવાઇ છે? આ વિધિ માટે એક કથા જવાદાર છે. ગણેશજીના શરીરનું તાપમાન ક્યાં કારણે વધી ગયું હતું અને વેદ વ્યાસે શું કર્યું હતું. જાણીએ વિસર્જન પાછળ કઇ રસપ્રદ કથા જવાબદાર છે.


વિસર્જન પાછળ કઇ છે કથા?


10 દિવસીય મહા ઉત્સવનું સમાપન અનંત ચતુર્દશીએ  થાય છે. પરંપરા અનુસાર, આ દિવસે ગણેશજીની મૂર્તિને  નદી, તળાવ અથવા ઘરે પાણીમાં વિસર્જિત કરાઇ છે.  પૌરાણિક કથા અનુસાર ગણપતિજીએ મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી સરળ ભાષામાં મહાભારત લખ્યું હતું. ગણપતિએ ગણેશ ચતુર્થીથી આ કાર્યની શરૂઆત કરી અને 10 દિવસ સુધી રોકાયા વિના લખતા રહ્યાં. જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો તેમણે જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. વ્યાસજીએ ગણેશજીના જળમાં ડૂબકી લગાવી. આ રીતે તેનું શરીર ઠંડું પડી ગયું. માન્યતા આ  મુજબ ત્યારથી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.