Shrawan 2024 : શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને પ્રિય છે. આ સમગ્ર માસ દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે. શિવાલયોમાં શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે. પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે રૂદ્રાભિષેક કરવામાં આવે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કાવડ યાત્રા પણ કાઢે છે. શિવભક્તો  ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો  કરે છે. આ વર્ષે સોમવાર 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઇ છે.જે 3 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. શ્રાવણમાં  ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? શિવ ઉપાસનાના નિયમો શું છે? આવો જાણીએ                                                                                                                                         

  


શ્રાવણમાં શિવપૂજાના નિયમો


હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસમાં  તામસિક વસ્તુઓ જેમ કે માંસ, દારૂ, નશો, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ,   દુરવિચાર નિંદા અને પાપકર્મથી ખાસ બચવું.


ભગવાન શિવની પૂજા માટે બેલપત્ર, શણ, ધતુરા, શમીના પાન, આકના ફૂલ, સફેદ ફૂલ, કમળ, મોસમી ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ, ધૂપ, દીવો, સુગંધ, નૈવેદ્ય વગેરે સામગ્રી તૈયાર કરો.


મહાદેવની પૂજામાં તુલસીના પાન, હળદર, કેતકીના ફૂલ, સિંદૂર, શંખ, નાળિયેર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવ ઉપાસનામાં આ બધી વસ્તુઓ વર્જિત છે.


 શ્રાવણ  પ્રદોષ વ્રત અને શિવરાત્રીના સોમવારે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ. આ ત્રણ દિવસ શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે.


શ્રાવણ માસમાં મહાદેવને  શિવલિંગ પર દૂધ, જલનો અભિષેક કરો બાદ દીપક કરી આરતી કરો અને શિવ સ્તુતિ બાદ પંચાક્ષરી મંત્રોના જાપ કરો 


ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. જો તમે ઈચ્છો તો સામાન્ય પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવ ચાલીસા વાંચ્યા પછી ભગવાન શિવ શંકરની આરતી કરો.


આ પણ વાંચો 


Guru Nakshatra: ગુરૂ નક્ષત્ર ગોચરની આ 3 રાશિ પર થશે વિપરિત અસર, 20 ઓગસ્ટથી પડકારજનક સમય