Renault Triber 2025 ફેસલિફ્ટ હવે ભારતમાં ડીલરો સુધી પહોંચી ગઈ છે અને તેની શરૂઆતની કિંમત 6.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. તે અત્યાર સુધીની સૌથી સસ્તી 7-સીટર MPV છે અને 2019 પછી પહેલી વાર તેમાં એક મોટું અપડેટ લાવવામાં આવ્યું છે. નવી Triber ચાર ટ્રીમમાં લોન્ચ કરવામાં આવી છે - ઓથેન્ટિક, ઇવોલ્યુશન, ટેક્નો અને ઇમોશન. તેનો ટેસ્ટ ડ્રાઇવ ડીલરશીપ પર પણ ઉપલબ્ધ છે.

કેવુ હશે એક્સટિરિયર?

2025 Renault Triber ના Emotion વેરિઅન્ટમાં ઘણી નવી અને આકર્ષક બાહ્ય સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ઇન્ટિગ્રેટેડ LED DRL અને ફોગ લેમ્પ્સ છે, જે તેને આગળથી એક શાનદાર દેખાવ આપે છે. તેમાં હવે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ છે, પરંતુ ઈન્ડીરકેટર હજુ પણ હેલોજન પ્રકારના છે. ફ્રન્ટ બમ્પર અને ગ્રિલ નવી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યા છે અને એક નવો Renault લોગો પણ શામેલ કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ-ટોન વ્હીલ કવર મળે છે જે એલોય વ્હીલ્સ જેવા દેખાય છે, સાથે વ્હીલ આર્ચ ક્લેડીંગ, બ્લેક ડોર હેન્ડલ્સ અને રૂફ રેલ્સ પણ છે જેની લોડ ક્ષમતા 50 કિલો છે. પાછળના ભાગમાં, LED ટેલ લેમ્પ્સ, રીઅર ડિફોગર, વાઇપર અને વોશર ઉપલબ્ધ છે.

ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયરટ્રાઇબરના ઇમોશન વેરિઅન્ટમાં ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર છે, જે તેને અંદરથી પ્રીમિયમ ફીલ આપે છે. તેમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. આ બંને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તેમાં ક્રોમ ફિનિશ્ડ એસી નોબ્સ, એલઇડી કેબિન લાઇટ્સ, સ્માર્ટ એક્સેસ કાર્ડ અને સ્ટાર્ટ-સ્ટોપ બટન પણ છે. કારમાં કૂલ્ડ ગ્લોવ બોક્સ, સેન્ટર કન્સોલ, ડ્રાઇવર માટે આર્મરેસ્ટ અને બીજી અને ત્રીજી હરોળ માટે એસી વેન્ટ્સ પણ છે. કારની સીટો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે તેમને 100 થી વધુ રીતે ગોઠવી શકો છો.

સેફ્ટી ફીચર્સતમને જણાવી દઈએ કે નવા ટ્રાઇબરમાં હવે પહેલા કરતાં વધુ સેફ્ટી ફીચર્સ છે. 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સિસ્ટમ્સ તેમાં સ્ટાન્ડર્ડ છે. આ ઉપરાંત, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, બ્રેક આસિસ્ટ સાથે ABS અને EBD જેવા ફીચર્સ પણ બધા વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ઈમોશન વેરિઅન્ટમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, 'ફોલો મી હોમ' હેડલેમ્પ્સ અને 'ટેક અ બ્રેક' રિમાઇન્ડર જેવા ફીચર્સ પણ છે.

એન્જિન અને ટ્રાન્સમિશનટ્રાઈબર ફેસલિફ્ટમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 72PS પાવર અને 96Nm ટોર્ક આપે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ છે અને ઈમોશન વેરિઅન્ટમાં 5-સ્પીડ AMTનો વિકલ્પ પણ મળે છે. જો તમને CNG જોઈએ છે, તો તેની સુવિધા ડીલર સ્તરે પણ ઉપલબ્ધ છે, જેની કિંમત લગભગ 80,000 રૂપિયા છે.


Car loan Information:

Calculate Car Loan EMI