Kia Syros On EMI: જો તમારી મહિનાની આવક 40,000 થી 50,000 રૂપિયાની વચ્ચે છે અને તમે સુરક્ષિત, સ્ટાઇલિશ અને માઇલેજ ધરાવતી ફેમિલી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો Kia Syros તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. વાસ્તવમાં તેમાં ફક્ત પાવર અને લૂક જ નહીં પરંતુ સરળ EMI સ્કીમ મારફતે તમારા બજેટની અંદર જ આવી જશે.
EMI અને ડાઉન પેમેન્ટ
Kia Syros HTK Turbo (Petrol) વેરિઅન્ટની ઓન-રોડ કિંમત લગભગ 10.58 લાખ રૂપિયા છે. એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત આમાં RTO ચાર્જ અને વીમો પણ સામેલ છે. જો તમે 3 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપો છો તો તમારે બેન્કમાંથી લગભગ 7.58 લાખ રૂપિયાની લોન લેવી પડશે. ધારો કે તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને બેન્ક તમને 9 ટકા વ્યાજના દરે 5 વર્ષ માટે લોન આપે છે તો તમારો EMI દર મહિને લગભગ 16,000 રૂપિયા હશે. આ સમયગાળા દરમિયાન લગભગ 2 લાખ રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવું પડશે. નોંધનીય છે કે EMI, લોનની રકમ, વ્યાજ દર અને મુદત ગ્રાહકની પ્રોફાઇલ અને બેન્ક નીતિ પર આધાર રાખે છે. ચોક્કસ વિગતો માટે તમારી નજીકના Kia ડીલરશીપનો સંપર્ક કરો.
એન્જિન અને માઇલેજ વિગતો
Kia Syros બે શક્તિશાળી એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, પહેલું 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને બીજું 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન છે. બંને એન્જિન વિકલ્પોમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ SUV 22 કિમી પ્રતિ લિટર સુધીની મહત્તમ માઇલેજ આપવામાં સક્ષમ છે, જે તેને બજેટ-ફ્રેંડલી અને ઇંધણ-કાર્યક્ષમ વિકલ્પ બનાવે છે.
ફીચર્સ અને સેફ્ટી
ઉપરાંત Kia Syros પ્રીમિયમ ફીચર્સ અને અદ્યતન સેફ્ટી ટેકનોલોજીથી પણ સજ્જ છે. તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ છે, જે દરેક મુસાફરીને આરામદાયક બનાવે છે. સેફ્ટીની દ્રષ્ટિએ તેમાં 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા અને લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા ફીચર્સ આપવામાં આવી છે. આ બધા ફીચર્સને કારણે Kia Syros એક સલામત, સ્માર્ટ અને ફેમિલી ફ્રેન્ડલી SUV સાબિત થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI