Ather 450 Apex Bookings Open:  ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક Ather Energy તેનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કૂટર 450 Apexનું નિર્માણ કરી રહી છે. કંપનીએ આ નવા સ્કૂટર માટે પ્રી-ઓર્ડર બુકિંગ વિન્ડો ઓપન કરી છે. જો તમે પણ તેને ખરીદવા માંગો છો, તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને બુક કરી શકો છો. કંપની માર્ચ 2024થી નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરશે.


ather 450 એપેક્સ સ્પેસિફિકેશન


Ather Energy એ હજુ સુધી 450 Apex ના સ્પેસિફિકેશન જાહેર કર્યા નથી, પરંતુ કેટલાક ટીઝર્સ પુષ્ટી કરે છે કે આ આગામી વેરિઅન્ટ કંપનીનું અત્યાર સુધીનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. Ather 450 Apex ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ચાર રાઇડિંગ મોડ્સ જોવા મળશે. જેમાં ઈકો, રાઈડ, સ્પોર્ટ અને વાર્પ મોડ હશે. Warp+ મોર્ડમાં આ સ્કૂટર સૌથી ઝડપી ગતિ હાંસલ કરે તેવી અપેક્ષા છે.


ટીઝરમાં શું જોવા મળ્યું


નવા Ather 450Xમાં વધુ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર અને મોટી બેટરી પેક હોવાની શક્યતા છે. ટીઝર જોવા મળે છે કે સ્કૂટરમાં ટ્રાન્સપરન્ટ રીઅર પેનલ અને ઓરેન્જ સબ-ફ્રેમ છે. આ આવનાર સ્કૂટરની ટોપ સ્પીડ 100 kmph કરતાં વધુ હોવાની અપેક્ષા છે. વર્તમાન Ather 450X વિશે કંપની દાવો કરે છે કે તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. અને તે 3.3 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે.


Ather 450 એપેક્સ બેટરી પેક


Ather 450X ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 6.4 kW ની ઇલેક્ટ્રિક મોટર છે જે 26Nm ટોર્ક જનરેટ કરે છે. તેની પાસે 3.7 kWh બેટરી પેક છે અને એક ચાર્જ પર 150 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરવામાં આવે છે. નવું 450 એપેક્સ વેરિઅન્ટ સીધી Ola S1 Pro સાથે સ્પર્ધા કરશે, જે 450 એપેક્સ કરતાં ઘણી વધુ ઝડપ હાંસલ કરી શકે છે.


Yamaha Motor ઈન્ડિયાએ MT03 Streetfighter અને R3 સુપરસ્પોર્ટ બાઇક લૉન્ચ કરી છે. જેની કિંમત અનુક્રમે રૂ 4,59,000 અને રૂ 4,64,900 એક્સ-શોરૂમ છે. આ એક વધુ પાવરફુલ અને ઈલેક્ટ્રોનિકલી એડવાન્સ્ડ બાઇક છે જે Aprilia RS 457 કરતા વધુ કિંમતે આવે છે. બંને મોડલ થાઈલેન્ડથી CBU રૂટ દ્વારા આયાત કરવામાં આવ્યા છે. જો કે, જો બજારમાંથી સારો પ્રતિસાદ મળે તો કંપની આને CKD (કમ્પ્લીટલી નોક્ડ ડાઉન) યુનિટ તરીકે લાવવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં તેમની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI