એથરે તાજેતરમાં જ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Konarc  લોન્ચ કર્યું છે. આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Bajaj Chetak C3501 સાથે સીધી સ્પર્ધા કરે છે. જો તમે તમારી રોજિંદા શહેરની સિટી રાઈડ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું આયોજન કરી રહ્યા છો અને બંને સ્કૂટરને લઈ મૂંઝવણમાં છો તો અહીં અમે બંનેના તફાવત વિશે જણાવશું અને તમને જણાવીશું કે તમારા માટે કયું સ્કૂટર એકદમ બેસ્ટ છે.

Continues below advertisement

Ather Konarc: બેટરી અને રેન્જ

એથર કોનાર્ક બ્રાન્ડના EL પ્લેટફોર્મ પર આધારિત પહેલું સ્કૂટર છે. તે હાલમાં ત્રણ બેટરી પેક સાથે આવે છે: 2.1kWh, 2.7kWh, અને 3.5kWh, જે 100 કિમી, 125 કિમી અને 161 કિમીની દાવો કરેલી રેન્જ (IDC) ઓફર કરે છે. 200 કિમી રેન્જ સાથે એક વેરિઅન્ટ પણ છે જેની બેટરી વિગતો હજુ  ઉપલબ્ધ નથી.  તે 2027 માં લોન્ચ થવાની અપેક્ષા છે.

Continues below advertisement

બ્રેકિંગ સિસ્ટમ અને વ્હીલ્સ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 14-ઇંચના આગળના અને 12-ઇંચના પાછળના વ્હીલ્સ છે. સ્કૂટરના મોટા ફ્રન્ટ વ્હીલથી ઉબડખાબડ ભૂપ્રદેશ પર સરળ હેન્ડલિંગની અપેક્ષા છે. બ્રેકિંગની વાત કરવામાં આવે તો  ફ્રન્ટમાં  220mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં CBS સાથે 130mm ડ્રમ બ્રેકનો સમાવેશ થાય છે. જોકે, બેઝ S વેરિઅન્ટમાં બંને છેડે ડ્રમ બ્રેક સેટઅપ છે.

ફીચર્સ અને ડીસ્પ્લે

ફીચર્સની દ્રષ્ટિએ Konarc S 125km અને S 161km 7-ઇંચ LCD કન્સોલ સાથે આવે છે, જ્યારે S 100km 4-ઇંચ યુનિટ સાથે આવે છે. Konarc S 125km અને S 161km વેરિઅન્ટ્સ Ashurstack Pro થી પણ સજ્જ છે, જે મ્યુઝિક કંટ્રોલ ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટ્સ, રિવર્સ મોડ, હિલ-હોલ્ડ, ફાઇન્ડ માય સ્કૂટર અને અનેક કનેક્ટેડ ફિચર્સ જેવી સુવિધા આપે છે. આ સિવાય તેમાં 31 લિટર અંડરસીટ સ્ટોરેજનો સમાવેશ થાય છે.

બેટરી રેન્જ અને ડિઝાઇન: Bajaj Chetak

Bajaj Chetak માં સર્કુલર બોડી પેનલ સાથે-સાથે નિયો-રેટ્રો ડિઝાઇન મળે છે જે તેને પ્રીમિયમ અને ફેમિલી-ફ્રેડલી લૂક આપે છે. તેમાં ફુલ-એલઇડી લાઇટિંગ અને 35-લિટર અંડરસીટ સ્ટોરેજ સ્પેસ પણ છે. એપ્રન પર 5-લિટર ક્લોઝ્ડ ગ્લોવબોક્સ તેને રોજિંદા ઉપયોગ માટે સારો વિકલ્પ બનાવે છે.  Chetak C3501 3.5kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે જે 153 કિમીની રેન્જનો દાવો અને 80 કિમી પ્રતિ કલાકની સ્પિડ છે.

બ્રેકિંગ સિસ્ટમ સુવિધાઓ અને કનેક્ટિવિટી

તેમાં ફ્રંટમાં 200mm ડિસ્ક બ્રેક અને પાછળ 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે અને સલામતી માટે CBS પણ મળે છે. સ્કૂટરમાં ટચ-સેન્સર TFT કન્સોલ, કોલ/SMS એલર્ટ  સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી, મ્યૂઝિક કંટ્રોલ, નેવિગેશન અને ડૉક્યૂમેન્ટ સ્ટોરેજની સુવિધા મળે છે. તે બે રાઇડિંગ મોડ્સ - Eco  અને Sports - અને રિવર્સ મોડ પણ પ્રદાન કરે છે.

કિંમતમાં તફાવત

Ather Konarc S 100 વેરિઅન્ટની કિંમત ₹99,999 છે, જ્યારે Chetak C3503 ની કિંમત ₹1,24,157 છે. Ather Konarc S 125 ની કિંમત ₹1,21,999 છે, જ્યારે Bajaj Chetak C3502 ની કિંમત ₹1,36,939 છે. Ather Konarc S 161 વેરિઅન્ટની કિંમત ₹1,44,999 છે, જ્યારે Bajaj Chetak C3501 ની કિંમત ₹1,52,140 છે.


Car loan Information:

Calculate Car Loan EMI