Ather Konark electric scooter: ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા ગ્રાહકોના મનમાં હંમેશા એક મોટી ચિંતા બેટરીના આયુષ્ય અને રિપ્લેસમેન્ટના મોંઘા ખર્ચને લઈને હોય છે. ગ્રાહકોની આ સૌથી મોટી મૂંઝવણનો કાયમી ઉકેલ લાવવા માટે જાણીતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની એથર એનર્જીએ પોતાનું અત્યાધુનિક ઈલેક્ટ્રિક સ્કૂટર 'કોનાર્ક' (Konark) લોન્ચ કર્યું છે. એથર આ સ્કૂટરની બેટરી પર પૂરા 10 વર્ષ અથવા તો 100,000 કિલોમીટર (જે વહેલું પૂરું થાય તે) ની શાનદાર વોરંટી આપી રહી છે. આટલા લાંબા સમયગાળાની બેટરી વોરંટી આપનારી એથર દેશની સૌપ્રથમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની છે. જોકે, ગ્રાહકોએ આ 10 વર્ષની વોરંટીનો લાભ લેવા માટે તેને એક્સટેન્ડેડ વોરંટી તરીકે અલગથી ખરીદવી પડશે.
નવું EL પ્લેટફોર્મ અને અત્યાધુનિક બેડરોક બેટરી
એથરે આ નવું સ્કૂટર તેના લેટેસ્ટ 'EL પ્લેટફોર્મ' પર તૈયાર કર્યું છે. ભવિષ્યમાં આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અન્ય ઘણા ઈલેક્ટ્રિક મોડલ્સ બજારમાં ઉતારવામાં આવશે. આ નવા પ્લેટફોર્મ સાથે બેટરી પેકને પણ સંપૂર્ણપણે અપગ્રેડ કરાયું છે. કોનાર્કના તમામ વેરિઅન્ટ્સમાં એથરની પાંચમી પેઢીની 'બેડરોક' બેટરી લગાવવામાં આવી છે. અગાઉ કંપની 8 વર્ષની વોરંટી આપતી હતી, જેને વધારીને હવે 10 વર્ષ કરવામાં આવી છે. આ નવી બેટરીની ડિઝાઈન એવી છે કે ચાર્જિંગ દરમિયાન તમામ સેલ એકસમાન રીતે કામ કરે છે. કંપનીની ગણતરી મુજબ, 10 વર્ષના સતત વપરાશ પછી પણ બેટરીની ક્ષમતામાં માત્ર 20 થી 30 ટકાનો જ ઘટાડો થશે, એટલે કે 10 વર્ષ પછી પણ ગ્રાહકોને ઓછામાં ઓછી 70 ટકા બેટરી હેલ્થની ગેરંટી મળે છે.
બ્રીચસેન્સ ટેકનોલોજીની વિશેષ સુરક્ષા
આ નવી બેટરીમાં 'બ્રીચસેન્સ' નામની અત્યાધુનિક ટેકનોલોજી આપવામાં આવી છે. મોટા અકસ્માત બાદ જો બેટરીમાં નાનું સરખું પણ નુકસાન થયું હોય કે તેમાં ભેજ પ્રવેશી ગયો હોય, તો આ ટેકનોલોજી તેને તરત શોધી કાઢે છે. નુકસાન ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તે ચાલકને ચેતવણી આપે છે.
આ પણ વાંચોઃ ₹2,00,000 ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Brezza! જાણો કેટલો આવશે માસિક હપ્તો
વેરિઅન્ટ્સ, રેન્જ અને કિંમત
એથર કોનાર્ક અલગ-અલગ રેન્જ ધરાવતા 3 વેરિઅન્ટમાં બજારમાં મુકવામાં આવ્યું છે:
કોનાર્ક S (100 કિમી રેન્જ): કિંમત ₹99,999
કોનાર્ક S (125 કિમી રેન્જ): કિંમત ₹1,21,999
કોનાર્ક S (161 કિમી રેન્જ): કિંમત ₹1,44,999 (તમામ કિંમતો એક્સ-શોરૂમ છે)
સપ્ટેમ્બર મહિનાથી આ સ્કૂટરનું બુકિંગ અને ડિલિવરી તબક્કાવાર શરૂ થશે. શરૂઆતમાં સ્કૂટર અમુક પસંદગીના રાજ્યો અને વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર દેશમાં તેનું વેચાણ શરૂ કરાશે. ઈલેક્ટ્રિક સ્કૂટરની કુલ કિંમતમાં સૌથી મોટો હિસ્સો તેની બેટરીનો હોય છે, ત્યારે એથરની આ 10 વર્ષની વોરંટી લાંબા ગાળાના વપરાશકારો માટે એક અત્યંત વિશ્વસનીય અને આકર્ષક વિકલ્પ બની રહેશે.
આ પણ વાંચોઃ માત્ર 50,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ખરીદો ટાટા ટિયાગો કાર: જાણો EMI ની સંપૂર્ણ ગણતરી
Car loan Information:
Calculate Car Loan EMI