Audi New SUV Launch: જર્મનીની લક્ઝરી કાર કંપની ઓડીએ ભારતીય માર્કેટમાં પોતાની ઇલેક્ટ્રિક એસયુવી e-tron અને e-tron Sportback ને લૉન્ચ કરી દીધી છે. આની કિંમત (એક્સ-શૉરૂમ) 99.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આમાં e-tron 55 માટે તમારે 1.16 કરોડ રૂપિયા, વળી, e-tron Sportback 55 તમને 1.17 કરોડ (એક્સ-શૉરૂમ) રૂપિયામાં મળશે. આ બન્ને ઇલેક્ટ્રિક એસયુવીનુ બુકિંગ ગયા મહિને જ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો તમે આને ઘર લઇ જવા માંગો છો, તો પાંચ લાખ રૂપિયાની રકમની સાથે ઓડી ડીલરશીપ અને કંપનીની વેબસાઇટ પરથી બુક કરી શકો છો.
આટલી છે રેન્જ-
Audi e-tronમાં બે ઇલેક્ટ્રિક મૉટરનો યૂઝ કરવામાં આવ્યો છે, પહેલી મૉટર ફ્રન્ટ એક્સેલમાં લગાવવામાં આવ્યુ છે, જે 309 ન્યૂટન મીટર ટૉર્ક કરે છે, આ લક્ઝરી કાર મેક્સિમમ 408 BHP નો પાવર આપે છે. આમાં 95 kWhની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 400 કિલોમીટરની રેન્જ આપે છે. આ કાર ફક્ત 30 મિનીટમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. આની ટૉપ સ્પીડ 200 KMPHની છે.
કંપની દ્વારા ફરીથી વેચી શકશો કાર-
Audi એ લક્ઝરી કારો પર કેટલાય પ્રકારના ક્યૂરેટેડ ઓનરશીપ પ્રોગ્રામ ઓફર કરી રહી છે. આમાં બેથી પાંચ વર્ષનો સ્પેશ્યલ સર્વિસ પ્લાન, એક્સેટન્ડેડ વૉરંટી અને બાયબેક પ્લાનને સામેલ કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત e-tron અને e-tron Sportbackને કસ્ટમર્સ ખરીદવાના ત્રણ વર્ષની અંદર જો વેચવા ઇચ્છે્ છે સાથે ફ્યૂચર મૉડલ ઘરે લાવવા ઇચ્છે છે તો તેની પાસે કંપનીને આ કાર વેચવાનો ઓપ્શન મળશે. આ અંતર્ગત બે વર્ષની સ્ટાન્ડર્ડ વૉરંટી અને આઠ વર્ષની હાઇ વૉલ્ટેજ કે 160,000 કિલોમીટરની વૉરંટી મળશે.
મળશે પાંચ વર્ષ રૉડ આસિસ્ટન્સ-
કંપની અનુસાર, આ સર્વિસ પ્લાન ચાર થી પાંચ વર્ષ માટે અવેલેબલ હશે. જે કે એ સ્કીમ્સ અંતર્ગત હશે જે કસ્ટમર્સ સિલેક્ટ કરશે. આમાં સર્વિસ કૉસ્ટ, બ્રેક, સસ્પેન્શનનુ મેન્ટેનન્સ અને એક્સટેન્ડેડ વૉરંટી સામેલ છે. સાથે જ એક્સટેન્ડેટ વૉરંટી 2+2 વર્ષ કે 2+3 વર્ષના પીરિયડ માટે અવેલબલ હશે. એટલુ જ નહીં વચ્ચે રસ્તાંમાં તમારી ગાડી ખરાબ થઇ જાય છે, તો કંપની પાંચ વર્ષનો રૉડ આસિસ્ટન્સ પણ ઓફર કરી રહી છે.
Car loan Information:
Calculate Car Loan EMI