Auto Expo 2023: ભારતમાં ઓટો એક્સ્પો 2023નો પ્રારંભ થયો છે. જેમાં દુનિયાભરની દિગ્ગજ ઓટો મોબાઈલ કંપનીઓ એકથી એક ચડિયાતા અને શાનદાર કાર મોડલ્સ લોંચ કરી રહ્યાં છે. હવે ચીનની કંપની BYDએ ભારતમાં લોકોના દિલની ધડકનો જ વધારી દીધી છે. 


એક એવી ઈલેક્ટ્રિક કાર જે લોકોને ખરેખર દિવાના બનાવી દેશે અને તે છે BYD સીલ કાર. તે શાનદાર લુક ધરાવે છે અને તેની એક ઝલક આજે ઓટો એક્સપો 2023માં જોવા મળી હતી. આ સાથે ચીનની ઓટોમેકર BYDએ ભારતમાં પોતાનો પગ જમાવવા BYD ATTO-3ની લિમિટેડ એડિશન પણ લોન્ચ કરી છે. હવે તમને આ કાર ફોરેસ્ટ ગ્રીન કલરમાં પણ મળી રહેશે. આ લિમિટેડ એડિશન કાર 11 જાન્યુઆરી 2023થી ઉપલબ્ધ થશે.


જાણો BYD સીલ કાર વિશે


BYD સીલ ભારતમાં 2023ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી લેશે. એકવાર ચાર્જ થયા બાદ તે 700 કિલોમીટર સુધી ચાલશે. કંપનીનો દાવો છે કે આ કારમાં ટેક્નોલોજીકલ ઈનોવેશન અદભૂત હશે.


BYD સીલનું પ્લેટફોર્મ ઈ-પ્લેટફોર્મ 3.0 હશે. તેમાં અલ્ટ્રા સેફ બ્લેડ બેટરી હશે, જે સુરક્ષિત હોવાનું કહેવાય છે. કંપનીએ કહ્યું હતું કે, તે સલામતી, સ્ટેબિલિટી, હેન્ડલિંગ અને પરફોર્મન્સના સંદર્ભમાં શ્રેષ્ઠ સાબિત થશે. આ કારમાં CBT ટેક્નોલોજી પણ હશે. આ ટેક્નોલોજી કારને આગળ અને પાછળના એક્સલ પર 50-50 ટકા એક્સલ લોડ આપશે, જે કારને સુધારવામાં મદદ કરશે. આ ટેક્નોલોજી કારને લાંબી રેન્જ પણ આપશે. કારમાં સેફ્ટી ઈન્ટિરિયર સ્ટ્રક્ચર મળશે જે ભારતીય રસ્તાઓ અનુસાર હશે.


BYD ઓટો કંપની ક્યાં છે?


BYD ઓટો ચીનની ટોચની કાર કંપનીઓમાંની એક છે. ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં વિશ્વવ્યાપી ક્રાંતિને કારણે તે ભારતમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. કંપનીએ કહ્યું છે કે, વર્ષ 2023માં આ તે ભારતમાં તેના સર્વિસ સેન્ટરની સંખ્યા બમણી કરશે. એકંદરે આ કાર કેટલી સારી, કેટલી શાનદાર સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે. કારણ કે તે ભારતમાં મારુતિ અને ટાટા જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી છે જેઓ પહેલાથી જ માર્કેટમાં કિંગમેકર છે.


Car loan Information:

Calculate Car Loan EMI