Auto Expo 2023 Live: ઓટો એક્સ્પોનો આજે બીજો દિવસ, મારુતિએ તેની ક્રોસઓવર કાર FRONX લોન્ચ કરી

Auto Expo 2023: ભારતનો સૌથી મોટો ઓટો એક્સ્પો શરૂ થઈ ગયો છે. આજે તેનો બીજો દિવસ છે. આ ઓટો એક્સપોની 16મી આવૃત્તિ છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Jan 2023 02:40 PM

બ્રેકગ્રાઉન્ડ

Auto Expo 2023: ભારતનો સૌથી મોટો ઓટો એક્સ્પો શરૂ થઈ ગયો છે. આજે તેનો બીજો દિવસ છે. આ ઓટો એક્સપોની 16મી આવૃત્તિ છે જે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 11 જાન્યુઆરીથી...More

નીતિન ગડકરીએ ઔપચારિક ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ઓટો એક્સપો 2023નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જો કે આ એક્સ્પો 11મીથી ચાલી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઓટો એક્સ્પો 2023ની 16મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ ઓટો એક્સ્પો ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ શરૂ થયો છે. સામાન્ય લોકોને 13 જાન્યુઆરીથી આ એક્સપોની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવશે.