Auto Expo 2023 India: દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક હ્યુન્ડાઈ અને કિયા બંને હાલમાં દેશમાં તેમની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ઘણી જાણીતી કંપનીઓ આ વર્ષે ઓટો એક્સ્પોમાં ભાગ ના લેવા છતાં બંનેએ આ શોમાં ભાગ લીધો હતો અને આ શો બંને કંપનીઓ પોત પોતાની ઘણી કારથી ભારે ચર્ચા જગાવી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ બંને કંપનીઓએ ઓટો એક્સપો 2023માં કઈ નવી પ્રોડક્ટ્સ લોંચ કરી છે.


Hyundai Ioniq 5 લોન્ચ


Hyundaiએ 2023 ઓટો એક્સપોમાં ભારતમાં નિર્મિત Ionic 5 લોન્ચ કરી છે, આ કારની એક્સ-શોરૂમ કિંમત 44.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કાર Kia EV6ના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, પરંતુ તેની કિંમત EV 6 કરતા લગભગ 16 લાખ રૂપિયા ઓછી છે. ભારત-સ્પેક Ionic 5 ને 72.6 kWh બેટરી પેક મળે છે જે એક જ ચાર્જ પર 631 કિમીની ARAI-પ્રમાણિત રેન્જ ઓફર કરવા સક્ષમ છે. કારમાં સિંગલ રિયર માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર મળે છે જે 216 hp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.


Hyundai Ioniq 6નું ડેબ્યૂ 


Ionic 6એ કંપનીની Ionic 5નું સેડાન વર્ઝન છે. આ કારને ઓટો એક્સપોમાં પણ શોકેસ કરવામાં આવી છે. વૈશ્વિક સ્પેક Ionic 6 600 કિમીથી વધુની રેન્જ મેળવે છે. આ સેડાનમાં એરોડાયનેમિક્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, તેની સિલુએટ ડિઝાઇન માત્ર 0.21 ડ્રેગ ગુણાંક આપે છે. હાલમાં ભારતમાં તેના લોન્ચ વિશે માહિતી આપવામાં આવી નથી.


કિયા KA4


Kia KA4એ દેશમાં વેચાતી કંપનીના કાર્નિવલ MPVનું નેક્સ્ટ જનરેશન મોડલ છે. કિયાએ 2023 ઓટો એક્સપોમાં KA4નું પ્રદર્શન કર્યું છે. હાલમાં તે ક્યારે લોન્ચ થશે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એક અંદાજ મુજબ આ કારનું લોન્ચિંગ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. વર્તમાન કાર્નિવલની સરખામણીમાં KA4 વધુ અદ્યતન છે. તેની સાઈઝ પણ મોટી છે. તેમાં ડ્યુઅલ ઈલેક્ટ્રિક સનરૂફ, ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ રિયર ડોર, પ્લશ સીટ, મલ્ટીપલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, રીઅર-સીટ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઓ પણ મળે છે. પરંતુ તેનું 2.2 લીટર ડીઝલ એન્જિન યથાવત રાખવામાં આવ્યું છે.


કિયા EV9


કંપનીએ Kia EV9 ઇલેક્ટ્રિક SUV પણ પ્રદર્શિત કરી છે. તે એકદમ બોક્સી લાગે છે અને તે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક 7-સીટર SUV હશે. EV9 કોન્સેપ્ટ કારને 77.4 kWh બેટરી પેક મળે છે અને તે IONIQ 5, IONIQ 6 અને EV6 સાથે E-GMP પ્લેટફોર્મ પર પણ બનેલ છે. તેનો દેખાવ એકદમ સ્ટાઇલિશ અને આકર્ષક છે.


Car loan Information:

Calculate Car Loan EMI