Auto Expo 2023: ભારતમાં, મારુતિ સુઝુકીએ પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભારતમાં તેની પ્રથમ ઑફ-રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોર લૉન્ચ કરી છે. મારુતિ જિમ્ની લૉન્ચ કરવાની સાથે કંપનીએ તેની બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
કેટલું ટોકન આપીને કરાવી શકાય છે બુક
મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. કંપનીએ આ ઑફ-રોડ SUV બુક કરવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ નક્કી કરી છે, જે રિફંડપાત્ર છે.
એન્જિન કેવું છે
મારુતિ સુઝુકીએ જિમ્ની 5 ડોરમાં 4 સિલિન્ડર સાથે 1.5 લિટર K-15-B પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 101 bhpનો પાવર અને 130 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપ્યો છે. આ સાથે મારુતિ સુઝુકીએ આ ઑફ રોડ SUVમાં 4X4 વ્હીલ ડ્રાઇવનું ફીચર પણ આપ્યું છે.
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ શું કહ્યું
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ 5 ડોર જિમની લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી ભારતમાં પહેલીવાર JIMNY રજૂ કરી રહી છે જે 5 દરવાજા સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ SUVને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનો પુરાવો એ હકીકત છે કે તેને 199 દેશોમાં લગભગ 3.2 મિલિયન લોકોએ ખરીદ્યો છે.
કેટલા કલરમાં મળશે કાર
મારુતિ સુઝુકીએ જિમ્નીને 7 રંગો સાથે ઓફર કરી છે, જેમાં 5 સિંગલ ટોન અને બે ડ્યુઅલ ટોનનો સમાવેશ થાય છે. આ રંગો ગ્રેનાઈટ ગ્રે, નેક્સા બ્લુ, બ્લુઈશ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, કાઈનેટિક યલો અને બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ છે.
જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે. મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે. મારુતિ જીમની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
Car loan Information:
Calculate Car Loan EMI