Auto Expo Update: દેશની મુખ્ય અને જાણીતી ટુ વ્હીલર નિર્માતા કંપનીઓ 2023 ઓટો એક્સ્પોમાંથી ખસી જવાને કારણે આ વખતે આ શોમાં સૌથી વધુ ધ્યાન કારો પર રહેશે. લગભગ તમામ મોટા ટુ વ્હીલર ઉત્પાદકોએ આ ઇવેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે અને માત્ર ગણતરીના અગ્રણી કાર ઉત્પાદકો જ તેમાં ભાગ લેતા જોવા મળશે. આ વખતે આ શોમાં ઘણી નવી કાર લોન્ચ અને અનવીલ થવાની છે. આ વખતે MG મોટર, કિયા મોટર, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર અને મારુતિ સુઝુકી ઉપરાંત કેટલીક અન્ય બ્રાન્ડ્સ પણ ઓટો એક્સપોમાં ભાગ લેવા જઈ રહી છે. આ ઉપરાંત મહિન્દ્રા જેવી મોટી બ્રાન્ડ્સ આ શોમાં ભાગ નહીં લે. આ અગાઉ પણ ઓટો એક્સપોમાં ટુ-વ્હીલર કરતા કારને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું.


બે વર્ષ બાદ કાર્યક્રમનું આયોજન


કોવિડ 19ને કારણે 2 વર્ષ બાદ 2023 ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી ઓટો એક્સ્પો ઇવેન્ટ 2020 માં યોજાઈ હતી, જેમાં તેના ગત વર્ષની સરખામણીમાં ઘણી ઓછી બ્રાન્ડ્સે ભાગ લીધો હતો.


ટુ વ્હીલર્સ બ્રાન્ડ્સે મોં ફેરવ્યું? 


ટુ-વ્હીલર ઉત્પાદકોએ આ શો છોડવાનું એક કારણ એ છે કે તેમની પાસે નવા ઉત્પાદનોની અછત છે અને તેમનું લોન્ચિંગ કેલેન્ડર આ ઓટો એક્સપો સાથે મેળ ખાતું નથી હોવાનું છે. અન્ય પરિબળોમાં માર્કેટિંગ ખર્ચ અને ભાગ લેવા માટે થતા ખર્ચનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે પણ ભૌતિક મોટર શોનું કદ ઘટ્યું છે કારણ કે ડિજિટલ માર્કેટિંગ ખર્ચ વધી રહ્યો છે અને ઘણા કાર ઉત્પાદકો શોમાં ભાગ લેવા સિવાય અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.


હજુ પણ ચમકશે આ એક્સ્પો


જોકે મોટર શો હજુ પણ વાઇબ્રન્ટ બનવા જઈ રહ્યા છે અને કંપનીઓ માટે કારના વેચાણની દ્રષ્ટિએ ભારત સૌથી મોટા બજારોમાંનું એક છે. આ મોટર શો હજુ પણ નવી પ્રોડક્ટ લોન્ચ અથવા વૈશ્વિક અનાવરણની દ્રષ્ટિએ ખૂબ પ્રભાવશાળી છે. જેથી આપણે 2023 ઓટો એક્સપોમાં ભાગ લેનાર ઓટોમેકર્સ તરફથી સંખ્યાબંધ કાર લોન્ચ અને અનવીલ જોવા મળશે.


CNG Price Hike: CNG પર સબસિડીની માગ સાથે ઓટો,ટેક્સી અને કેબ ડ્રાઈવર સંઘે આપી હડતાળની ચીમકી


રાજધાની દિલ્હીના ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઈવર એસોસિએશને CNGના ભાવમાં વધારા બાદ CNG પર સબસિડીની માગણી કરવા માટે દિલ્હી સરકાર પર દબાણ લાવવા માટે 18 એપ્રિલથી હડતાળ પર જવાની ધમકી આપી છે.


દિલ્હી ઓટો રિક્ષા એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સોનીએ કહ્યું કે કેન્દ્ર અને દિલ્હી સરકારની નીતિઓ સામે તેમનો વિરોધ ચાલુ રહેશે અને તેઓ 18 એપ્રિલથી હડતાળ પર જશે. તેમણે કહ્યું કે, CNGની કિંમત દરરોજ વધી રહી છે અને અમે સરકાર પાસે 35 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાની માગ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે 11 એપ્રિલના રોજ સેંકડો ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઇવરોએ CNGના ભાવમાં સબસિડીની માંગણી સાથે દિલ્હી સચિવાલયમાં ધરણા કર્યા હતા.


 


Car loan Information:

Calculate Car Loan EMI