Bajaj Launch World's First CNG Motorcycle:  બજાજ ઓટોએ (Bajaj Auto) તેની પ્રથમ CNG બાઇકની લોન્ચિંગ (World’s first CNG bike) તારીખ જાહેર કરી છે. બજાજની આ બાઇક વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ હશે. આ પહેલા દુનિયાના કોઈપણ માર્કેટમાં ક્યારેય કોઈ સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવી નથી. બજાજ 5 જુલાઈ, 2024 ના રોજ આ વિશ્વની પ્રથમ CNG મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે.


બજાજે એ પણ જણાવ્યું છે કે આ CNG બાઈક રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની (Road and Transport minister Nitin Gadkari) હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. તેમજ બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજ (Bajaj Auto Managing director Rajiv Bajaj) પણ બાઇકના લોન્ચિંગ સમયે હાજર રહેશે.


CNG બાઇકમાં આ ખાસ હશે


બજાજની આ સીએનજી બાઈકનું ટીઝર દર્શાવે છે કે આ મોટરસાઈકલ ફ્લેટ સિંગલ સીટ ધરાવતી હશે. આ બાઇકમાં ડ્યુઅલ ફ્યુઅલ ટેન્ક ફીટ કરી શકાય છે, જેમાં એક CNG અને બીજી પેટ્રોલ ટેન્ક આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેને બે ફ્યુઅલ ટેન્ક વચ્ચે સરળતાથી શિફ્ટ કરી શકાય છે. આ બાઇકની કિંમત નક્કી કરવી કંપની માટે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.


આ ફીચર્સ CNG બાઇકમાં જોવા મળશે


ભારતીય બજારમાં લોન્ચ થનારી આ વિશ્વની પ્રથમ CNG બાઇક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કંપનીએ તેને આંતરિક રીતે બ્રુઝર નામ આપ્યું હતું. લોન્ચ સમયે આ બાઇકને નવું નામ આપવામાં આવી શકે છે. બજાજનું કહેવું છે કે CNG મોટરસાઇકલ પેટ્રોલ પર ચાલતી કિંમતમાં લગભગ 50 ટકાનો ઘટાડો કરશે.


ટુ-વ્હીલર સીએનજીમાં પ્રથમ પગલું


બજાજ ઓટો લાંબા સમયથી ટુ-વ્હીલર બનાવે છે. આ ઉપરાંત, થ્રી-વ્હીલર્સમાં કંપનીએ બજારમાં CNG મોડલ લોન્ચ કર્યા છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કંપની ટુ-વ્હીલર સેગમેન્ટમાં CNG મોડલ રજૂ કરશે. આ બાઇક હવે વિશ્વની પ્રથમ CNG બાઇક બનવા જઇ રહી છે.


Car loan Information:

Calculate Car Loan EMI