Vehicle Scraping: દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપની ટાટાએ મંગળવારે પોતાની પહેલી રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલિટીને શરૂ કરી દીધી છે. જેનુ ઉદઘાટન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્યુ. આગળ અમે તમને આના વિશે ડિટેલ્માં જાણકારી આપી રહ્યાં છીએ. 


સ્ક્રેપિંગ ફેસિલિટીનો ઉદેશ્ય  -
ટાટા મૉટર્સ તરફથી લગાવવામાં આવેલી સ્ક્રેપિંગ ફેસિલિટીનો હેતુ દેશમાં રહેલા એવા વાહનોને સ્ક્રેપ કરવાનો છે, જે કબાડ અને ભંગાર બની ચૂક્યા છે. સાથે જ 15 વર્ષ જુના પેટ્રૉલ વાહન અને 10 વર્ષથી વધુ જુના ડીઝલ વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. આ વાહનોના કારણે પર્યાવરણને ખુબ મોટુ નુકશાન થઇ રહ્યુ છે, એટલે સરકાર તરફથી સ્ક્રેપિંગ પૉલીસી લાગુ કરવામાં આવી ચૂકી છે, ધીમે ધીમે અમલમાં લાવવામાં આવી રહી છે. 


તમામ પ્રકારની ગાડીઓનું થશે સ્ક્રેપિંગ -  
ટાટા મૉટર્સની આ સ્ક્રેપિંગ ફેસિલિટીમાં તમામ પ્રકારની ગાડીઓને સ્ક્રેપ કરવામાં આવશે. ટાટા મૉટર્સે આ ફેસિલિટી સેન્ટર ચલાવવાની જવાબાદી વિકાસ અને ઓપરેશન પાર્ટનર ગંગાનગરને સોંપી છે. 


પુરેપુરી રીતે ડિજીટલ છે સ્ક્રેપિંગ ફેસિલિટી - 
ટાટા મૉટર્સની આ સ્ક્રેપિંગ ફેસિલિટીને પુરેપુરી રીતે ડિજીટલ રીતે તૈયાર કરવામાં આવી છે, જે ટાયરો, બેટરી, ઇંધણ, તેલ અને આના અન્ય પાર્ટ્સને અલગ કરવામાં સક્ષમ છે. 


 


Tata Motors: ટાટા મોટર્સે ગ્રાહકોને આપ્યો ઝટકો, આ કારની કિંમતમાં થયો વધારો - 


Tata Harrier & Safari Price Hiked: ટાટા મોટર્સે તાજેતરમાં તેની સફારી અને હેરિયરની રેડ ડાર્ક એડિશન લોન્ચ કરી છે. આ પછી કંપનીએ આ બંને કારના કેટલાક વેરિયન્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપ્યું હતું. હવે આ પછી ટાટા મોટર્સે આ બંને કારની કિંમતોમાં વધારો કર્યો છે. આ વર્ષે કંપનીએ બીજી વખત આ કારોની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ, કંપનીએ તેમની કિંમતોમાં 25,000 રૂપિયાનો વધારો કર્યો હતો.


કેમ વધ્યા ભાવ?


ટાટા મોટર્સે આ વખતે આ કારોની કિંમતમાં મોટો વધારો કર્યો છે. આ વખતે કંપનીએ હેરિયરની કિંમતમાં 47,000 રૂપિયા અને સફારીની કિંમતમાં 66,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ કારોની કિંમતોમાં વધારાનું સૌથી મોટું કારણ આ કારના કેટલાક વેરિઅન્ટમાં કેટલાક નવા ફીચર્સનો સમાવેશ છે. જેમાં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ADAS અને મોટી ટચસ્ક્રીન ઉમેરવામાં આવી છે. કિંમતોમાં વધારો માત્ર આ બે કાર પર કરવામાં આવ્યો છે, અન્ય તમામ મોડલની કિંમતો પહેલા જેવી જ છે.


કંપનીએ આ બે કારના 26 વેરિઅન્ટને બંધ કરી દીધા









Car loan Information:

Calculate Car Loan EMI