Car Sales Breakup October 2023: હ્યુન્ડાઈ દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. ઓક્ટોબર મહિનામાં કંપની 55,000થી વધુ વાહનોનું વેચાણ કરવામાં સફળતા મેળવી છે. મારુતિ સુઝુકી આ યાદીમાં પ્રથમ સ્થાને છે જ્યારે ટાટા મોટર્સ ત્રીજા સ્થાને છે. દેશમાં મહિન્દ્રા કારની વધતી જતી માંગને કારણે ટાટા મોટર્સ અને મહિન્દ્રા વચ્ચેનો તફાવત ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. Kia વિશે વાત કરીએ તો છેલ્લા મહિનામાં તે ટોચની કાર કંપનીઓની યાદીમાં ટોયોટાને પછાડીને પાંચમું સ્થાન હાંસલ કરવામા સફળ રહી છે.


કોરિયન કાર નિર્માતાએ હ્યુન્ડાઇ ઓક્ટોબર 2023 માં કુલ 55,128 યુનિટ્સનું વેચાણ નોંધાયુ છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 48,001 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેનો અર્થ છે કે વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. ક્રેટા ગયા મહિને 13,077 યુનિટ્સના વેચાણ સાથે બ્રાન્ડનું સૌથી વધુ વેચાણ કરતું મોડલ છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 11,880 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેણે વાર્ષિક ધોરણે 10.08 ટકાની વેચાણ વૃદ્ધિ નોંધાવી છે.


હ્યુન્ડાઈ વેન્યુ વિશે વાત કરીએ તો તે ઓક્ટોબર 2023માં 11,581 યુનિટના વેચાણ સાથે બીજું સૌથી વધુ વેચાતું મોડલ છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 9,585 યુનિટનું વેચાણ થયું હતું. આ સિવાય જો આ બ્રાન્ડની અન્ય કારની વાત કરીએ તો ઓક્ટોબર 2023માં એક્સેટર માઈક્રો એસયુવીના 8,097 યુનિટ અને i20 હેચબેકના 7,212 યુનિટ્સનું વેચાણ થયું છે. કંપનીએ ગયા મહિને ગ્રાન્ડ i10 Niosના 6,552 યુનિટ્સ અને Auraના 4,096 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ સિવાય Ioniq 5 ઇલેક્ટ્રિક ક્રોસઓવરની 117 કાર વેચાઈ છે.


મહિન્દ્રા


ડોમેસ્ટિક યુટિલિટી વ્હીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓક્ટોબર 2023માં 43,708 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જ્યારે ગયા વર્ષના સમાન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો 32,186 યુનિટના વેચાણ સાથે 36 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીએ ગયા મહિને સ્કોર્પિયો નેમપ્લેટ (સ્કોર્પિયો એન + સ્કોર્પિયો ક્લાસિક)ના 13,578 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે ઓક્ટોબર 2022માં આ આંકડો 7438 યુનિટ્સ હતો. આ સિવાય ઓક્ટોબર 2023માં બોલેરોના 9647 યુનિટ અને XUV700ના 9,297 યુનિટ્સનું વેચાણ થયું છે. થાર વિશે વાત કરીએ તો ગયા મહિને 5,593 યુનિટ વેચાયા હતા.


કોરિયન કાર બ્રાન્ડ કિયાએ ઓક્ટોબર 2023માં કુલ 24,351 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું, જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં આ આંકડો 23,323 યુનિટ્સ હતો, જે વાર્ષિક ધોરણે 4 ટકાનો વધારો દર્શાવે છે. ગયા મહિને કિયાએ સેલ્ટોસના 12,362 યુનિટ્સ અને કેરેન્સ એમપીવીના 5,355 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે સોનેટના 6,493 યુનિટ અને EV6ના 141 યુનિટ્સનું વેચાણ થયું હતું.


Car loan Information:

Calculate Car Loan EMI