Monsoon Car Driving Tips: ભારતમાં વરસાદની મોસમ (monsoon season) શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકોને ડ્રાઇવિંગ (driving in monsoon) કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો તમે વરસાદની સિઝનમાં કેટલીક બાબતોનું ધ્યાન ન રાખો તો ડ્રાઇવિંગ તમારા માટે જોખમી બની શકે છે.


મોટાભાગના લોકોને વરસાદની સિઝનમાં ઓછી વિઝિબિલિટીની (low visibility) સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું બને છે કે સામેથી આવતું વાહન પણ દેખાતું નથી અને કેટલીકવાર અન્ય લોકો તમારા વાહનને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી આ સ્થિતિમાં અકસ્માતનું (accident) જોખમ વધી જાય છે. આ સાથે ભીના રસ્તાઓને કારણે પણ અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. આ માટે વરસાદની સિઝનમાં વાહન ચલાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


વાઇપર્સ ઠીક રાખો


કાર નિષ્ણાતોના મતે, જૂના વાઇપર બ્લેડને બદલવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નવા વાઇપર બ્લેડથી વિન્ડશિલ્ડ પરનું પાણી સારી રીતે સાફ થઈ જાય છે. આ સાથે, વિન્ડશિલ્ડને સ્વચ્છ રાખવા માટે ફક્ત વિન્ડશિલ્ડ વૉશર પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ. નહિંતર, ફક્ત તમારા વાઇપરને જ નુકસાન નહીં થાય, તે તમારા વિન્ડશિલ્ડને પણ અસર કરી શકે છે.


હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ પર ધ્યાન આપો


જો તમારી હેડલાઈટ સારી ન હોય તો તેનો થ્રો ઓછો થઈ જાય છે જેના કારણે ડ્રાઈવિંગ કરતી વખતે આગળ જોવું મુશ્કેલ થઈ જાય છે. ટેલલાઈટ પણ યોગ્ય રીતે રાખો જેથી પાછળથી આવનાર વ્યક્તિને પણ ખબર પડે કે તમારી કાર આગળ વધી રહી છે. જો કારમાં ફોગ લેમ્પ હોય, તો વરસાદ દરમિયાન તેનો ઉપયોગ ચોક્કસ કરો.


ટાયર અને બ્રેકનું પણ ધ્યાન રાખો


વરસાદની ઋતુમાં ટાયર અને બ્રેકનું ખાસ ધ્યાન રાખો. આ સિઝન શરૂ થાય તે પહેલાં જ, ટાયરની ટ્રેડ અથવા ગ્રિપ ડેપ્થ સારી છે કે નહીં તે તપાસો, આનાથી વાહન લપસી જવાનું જોખમ ઘટી જાય છે. તેની સાથે બ્રેક પેડ અને ડિસ્ક પણ ચેક કરાવો.


એન્ટી-ફોગ સ્પ્રે અને ડિફોગર


બધા અરીસાઓ અને ખાસ કરીને વિન્ડશિલ્ડ પર એન્ટી ફોગ સ્પ્રેનો ઉપયોગ કરો, જેથી અંદર ઝાકળ એકઠું ન થાય. ઝાકળ દૂર કરવા માટે ડિફોગરનો પણ ઉપયોગ કરો.


ઓછી ઝડપે વાહન ચલાવો


વરસાદની ઋતુમાં વાહનની સ્પીડ ઓછી રાખો, કારણ કે વરસાદમાં વાહનો લપસી જવાનો ભય પહેલાથી જ હોય ​​છે અને વધુ ઝડપે આ ખતરો વધી જાય છે. તમારું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત રાખીને પણ વાહન ચલાવો.


Car loan Information:

Calculate Car Loan EMI